SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ રાજાનો ધર્મ સંધ્યાકાળના સૂરજમુખી ફૂલની જેમ મોં નીચું ઢાળીને બેઠેલા સ્વામીએ જ્યારે ઊંચે જોયું, ત્યારે રાજપ્રાસાદનો એ આવાસ ભરત, બાહુબલી, સુંદરી, બ્રાહ્મી, સુયોધ, સુષેણ, દેવયશ વગેરે અનેક અગત્યની વ્યક્તિઓથી ભરાઈ ગયો હતો. નીલોત્પલની છાંયે સારસબેલડી બેઠી હોય, એમ પૃથ્વીનાથની બંને કીકીઓ સ્થિર થઈ ગઈ હતી. સુમેરુના શિખર જેવું ટટ્ટાર મસ્તક કોઈ અવિચળ નિર્ણયની શાખ પૂરતું હતું. દુર્જય ગૌરવભરી ભ્રમરો પર કદી ન ખેલાયું હોય એવા પ્રચંડ યુદ્ધની આગાહી હતી. અષ્ટમીના ચંદ્ર જેવા લલાટમાં એક ભવ્ય રસનો ઉદય સહજ રીતે કલ્પાતો હતો. “ભરત !” પૃથ્વીનાથે મંદ પણ ભારવાહી સ્વરે કહ્યું, “આ શાસનને તું ગ્રહણ કર, હું આ ધુરાથી મુક્ત થવા ઇચ્છું છું.” “સ્વામી, શાસનનો ભાર સ્વીકારવા તૈયાર છું; શાસન નહીં. આપ આજ્ઞા કરો, એને આચારવંતી કરવા સજ્જ છું.” “ભરત, સાપને કાંચળી છોડતો જોયો છે ? છોડ્યા પછી એ એની સામે કદી જુએ ખરો ?' પણ આપે લોક-વ્યવહાર માટે પ્રવર્તાવેલું આ શાસન સાપની કાંચળીની જેમ નિરર્થક નથી. ” “મારે માટે હવે એ નિરર્થક બની ચૂક્યું છે. આજ સુધી જે મેળવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy