SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ છે એ, જે મેળવવાનું છે એની સામે, કંઈ વિસાતમાં નથી. મારી ઇચ્છા છે, સંમતિ છે; તું સુખેથી સિંહાસન ગ્રહણ કર !'' પિતાજી !” ભરત ગદ્ગદ થઈ કહેવા લાગ્યો, આપની ચરણરજમાં આળોટતાં મને જે સુખ થાય છે, એ સિંહાસન પર બેઠે નહીં મળે. પ્રભુ, આપના વિના રાજ્ય-શાસનની કલ્પના હું કરી શકતો નથી. ચંદ્ર વિના રાત અજવાળી કેમ માની શકાય ? જેમાં આપનો વિરહ થાય એવા રાજપદથી સર્યું !’’ “ભરત, પૃથ્વી પર રાજા ઘણો જરૂરી છે. એ નહીં હોય તો મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તશે, મોટા નાનાને ખાઈ જશે, સબળ નિર્બળને ખાઈ જશે, દુર્બળને કોઈ જીવવા નહીં દે. દોરો તૂટી જવાથી હાર જેમ નિરર્થક બને છે, તેમ રાજા વિનાનું રાજ્ય નિષ્ફળ બને છે ! લોસ્થિતિ માટે રાજા જરૂરી છે, એ તો મેં તને અનેકવાર કહ્યું છે.” “તો પિતાજી, આપ શા કાજે રાજપદ છોડો છો?”” બાહુબલીએ વચ્ચે પ્રશ્ન કર્યો. “કોઈ ભારે, અવિજેય, અતિપ્રસન્ન, અતીવ મુકત રાજપદની ઝંખનામાં હું આ રાજપદ છાંડું છું. એક અદીઠ આક્રંદ મારા હૈયામાં હુતાશનની જેમ હુડહુડ પ્રજ્વલી રહ્યું છે. મૃત્યુવશ પ્રાણીઓની ચીસો મારા કાનને ભેદી રહી છે. ક્ષુધા, મારો આનંદ, મારો રસ, મારો ઉલ્લાસ બધાંને એ હરી રહી છે. સંસાર ત્રણ રીતે દુઃખી છે : એક તો પ્રાકૃતિક રીતે, એનું શરીર અનેક રોગ, જરા ને મૃત્યુથી વ્યાપ્ત છે. બીજું પરપ્રાણીકૃત, દુ:ખી થાય છે. સામગ્રી ઓછી છે. ભોક્તા વધુ છે. સંતોષને કોઈ સમજતું નથી, ને તૃષ્ણા સહુ કોઈને પીડે છે. અને ત્રીજું ‘સ્વકૃત' છે. સુખી થવાના માર્ગો અવશ્ય છે, પણ એનું જ્ઞાન કોઈને નથી. એ માર્ગ શોધી એ જ્ઞાન ખોળી કાઢી પ્રાણીઓને મારે સુખી કરવાં છે.” “પિતાજી, એ તો આપ અહીં રહીને પણ કરી શકો છો, અમને આપ જેવા માર્ગદર્શકની જરૂર છે. અમે અપક્વ છીએ, અર્ધદગ્ધ છીએ. વૃક્ષ વગર પડછાયા કેમ રહેશે ?”’ “ના, બાહુબલી, મહાશોધ માટે તો આપણું હોય તે બધું તજી દેવું જોઈએ. માથે ભાર હોય ને પ્રવાસ ન ખેડાય. મારે હવાની જેમ સ્વચ્છંદ વિહરણ, પ્રકાશની જેમ સ્વતંત્ર, ને આકાશની જેમ મુક્ત બનવું જોઈએ, માણસનું ‘શુભ’ શું ને ‘અશુભ’ શું, ને એ સ્વેચ્છાએ શુભ કેમ આચરે ને ૨૫૪ * ભગવાન ઋષભદેવ અશુભ Jain Education International GA For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy