SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ તજે, એ વિચારવું પડશે. આ શાસન ભયનું છે. હું એક એવું શાસન નિપજાવવા ઇચ્છું છું કે જેમાં માનવી ભયથી નહીં, સ્વેચ્છાથી સારું કરતાં, સારું આચરતાં શીખી લે. ન એમાં સૈન્યની કે શિક્ષાની જરૂર રહે ! એ માટે બાગમાંથી પંખી ઊડી જાય એમ તમારી વચ્ચેથી હું ચાલ્યો જવા માગું છું.” પિતાજી, હું શાસનનો ભાર કેમ નિર્વહી શકીશ ? આપ વિના મને કોણ માર્ગદર્શન કરાવશે ?” આજે હું તને માર્ગદર્શન કરાવું છું, પણ ભરત ! સાચું માર્ગદર્શન તો પોતાના અંતરનું છે. આકાશનો પેલો ઊંચો ઉજ્વલ તારો માર્ગદર્શન માટે સદા ચમક્યા કરે છે; પણ એના ચમકવામાત્રથી કેટલા સાચા માર્ગ પર ચાલ્યા ? માર્ગદર્શકોના દર્શન માત્રથી સિદ્ધિ નથી, એ માર્ગે ચાલવામાં સિદ્ધિ છે. અંતર જો તારું અણિશુદ્ધ હશે, તો કોઈ સ્થળે ભૂલો નહીં પડે. કદાચ ક્ષણવાર ભૂલો પડીશ, તોપણ તારી શુદ્ધ બુદ્ધિની ભૂલ તરત સુધરી જશે. બાકી એટલું યાદ રાખજે કે તું રાજા અપરાધીઓનો છે, દુષ્ટોનો ને ખલનો છે. સજ્જનોને તો તું રાજા છે, એની પણ જાણ થવા દઈશ નહીં. “ભરત, બાહુબલ, મેં તમને ઘડ્યા. બાપ દીકરાનું ઘડતર કરે છે, પોતાના વારસાને પવિત્રતાથી સંરક્ષવા માટે. ભાવનાઓનાં વાવેતર કરજો ! રાજમાર્ગ પર આજે વાવેલાં ઝાડ જેમ કાળાન્તરે પણ છાંયો આપે છે, એમ એ ભાવનાવૃક્ષો તપેલા તમારા મસ્તક પર શીળી છાયા પાથરશે. “રાજા કોઈનો સગો નથી, એને ભાઈ-ભાંડુ નથી; ન્યાય અને શાંતિ એ જ એનાં મિત્રો છે. રાજા પણ ભૂલે છે. માટે એકાકી રહેશો નહીં, એકાકી વર્તશો નહીં. સલાહ લીધા વિના ડગ દેશો નહીં. ચતુર મંત્રીને તમારું અંગ બનાવજો. તમારા યજ્ઞની, કર્મની, જીવનની સ્વીકારેલી પરંપરા જાણવા પુરોહિતો રાખજો. પ્રજાનું દ્રવ્ય સંરક્ષાય ને ખરી ભીડ વખતે કામ લાગે માટે કોષાધ્યક્ષ રાખજો. જમીન, ખેતી, માર્ગ, નવાણો, જળાશયો ને વનજંગલોના જાગૃતિવાળા, દિલદાઝવાળા રક્ષકો રાખજો. તેના માટે વિચક્ષણ એવો સેનાપતિ સ્થાપજો. સેના આખી હારે, પણ એ ન હારે. પરાજયમાં પણ એ વિજય પેખે. “રાજાની સમૃદ્ધિ પ્રજાની સમૃદ્ધિનું દર્શન છે. પ્રજા કંગાલ હોય એનો રાજા કંગાલોનો કંગાલ હોય તો જ શોભે. મા પેટપૂર આરોગે, ને દીકરા ભૂખે મરે, એ કદી જોયું છે ? રાજાનો ધર્મ રપપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy