SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ “સૈન્યની રચના સૈન્યવિહોણાઓને સંતાપવા માટે નથી, નિર્બલોને, નિરાધારોને મદદ કરવા માટે છે. ભરત, સુદીર્ઘ અને સુખી રાજકાલ માટે બળ કરતાં પ્રેમ વધારે જરૂરી છે; એ કદી ભૂલીશ નહીં. સાચા સૌંદર્યને જેમ આભૂષણની જરૂર પડતી નથી, તેમ સાચી સત્તાને સૈન્યની જરૂર નથી. માણસના અંતર પર રાજ કરતાં શીખજો, તમારાં સિંહાસન પ્રજાના હૃદય પર સ્થાપજો. તમારું રાજ અને તમારું સિંહાસન યાવચંદ્રદિવાકરો થશે. ફૂલ પર માખો આવે, એમ સારા રાજા પાસે સમૃદ્ધિ આવે છે. સમૃદ્ધિ સંતાપકારિણી છે, વિભેદ કરનારી છે; માટે સમૃદ્ધિ મળતી જાય, તેમ – ફળાગમે નમ્ર થતા આમ્રવૃક્ષની જેમ – નમ્ર થતા જજો. નહીં તો તમારી સમૃદ્ધિ, તમારી સત્તા – તમારા શત્રુની ગરજ સારશે. રાજશાસનની સ્થિરતાનું મૂળ ભય નહીં પણ પ્રેમ છે, એ વાત કદી ન ભૂલશો. “એક આર્યત્વની મેં સ્થાપના કરી છે. મનુષ્યત્વના વિકાસમાં માને, યજ્ઞને સ્વીકારે, પિતૃઓને સન્માને, પરંપરાની પવિત્રતાને કબૂલે. માનવવિકાસને યોગ્ય સમાજને રાજપદને શિરસાવંદ્ય લેખે એ આર્ય. એ આર્યોનું એકછત્રે રાજ કરજે. લડવું પડે તો લડજે, પણ તારી લડાઈમાં લોભ, હિંસા, ભય ને દ્વેષ બને તેટલાં અળગાં રાખજે. જીવનકલહથી કદી હારશો નહીં. કાયરને સર્વનાશ મળે છે; પુરુષાર્થીને નવનીત લાધે છે.” પૃથ્વીનાથ થોડી વાર શાંત બેસી રહ્યા. સભા આખી સ્તબ્ધ હતી. થોડી વારે મોં ઊંચું કરી વળી તેમણે કહ્યું : “ભરત, આમ આવ !" ભરત નતમસ્તકે પૃથ્વીનાથની સમીપ ગયો. “લે, આ મારો રાજમુગટ ! મારા હસ્તે તને પહેરાવું છું, આર્યોનો હવેથી તું રાજા ! મારા શાસનનો તું વારસદાર ! મારી સંસ્કૃતિનો તું રક્ષક.” ભરત નમસ્કાર કરવા પૃથ્વી પર પડ્યો. પૃથ્વીનાથે એને બે હાથે ગ્રહી, ઊભો કરી, પોતાના હાથે મસ્તક પર મુગટ પહેરાવી, સિંહાસન પર બેસાડી દીધો. પિતાજી, આપના સિંહાસન પર મારું બેસણું ?' “હા, શાસનની આ પરંપરા પિતા નાભિદેવે શરૂ કરેલી છે; એ પવિત્ર છે, ને સ્વીકાર્ય છે. બોલો રાજા ભરતદેવની જય !” બધાએ રાજા ભરતદેવની જય પોકારી. ૨૫૬ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy