SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ખાન-પાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ પેલા રૂપાળાં માનવીઓને નવા રાજપ્રાસાદમાં ઉતારા મળ્યા હતા. આ રાજપ્રાસાદ આજના ચેત્યના આકારનો હતો. એના પર્વત જેવા ઊંચા શિખર પર વૃષભધ્વજ હવામાં ફરકતો હતો. એની ભીંતો સ્ફટિકની, ટોડલા નીલમના, ખંડ સુવર્ણનાં ને દ્વાર ચંદનનાં હતાં. ત્યાં વારંવાર શંખ વાગતા ને રાજવેદિકામાંથી સુગંધી ધૂપનાં ગૂંચળાં આકાશમાં ચડતાં. એક તરફ વિશાળ ગૌશાળા આવેલી હતી; બીજી તરફ વેગવંત અશ્વોની અશ્વશાળા હતી. એક તરફ ભોજનગૃહ ને બીજી તરફ વિપુલ રાજભંડાર હતો. - આ રાજપ્રાસાદમાં ગજશાળા, અશ્વશાળા અને ચિત્તાઓનાં ઘર બનાવવામાં આવ્યાં હતાં. ભયંકર લેખાતાં આ ત્રણે પ્રાણીઓને કુમારે વશ કર્યા હતાં, છતાં ચિત્તાઓને હજી કાબૂમાં લાવી શકાયા નહોતા. કુમાર કે દેવી સુમંગલા સિવાય કોઈની સાથે આ પ્રાણી બહુ હળતું મળતું નહીં. ભયંકરમાં ભયંકર પ્રવાસ ગજરાજની પીઠ પર સુખરૂપ ને નિર્ભય બનતો. ઝડપી પ્રવાસ માટે દૂરના સૂકા પ્રદેશમાંથી આણેલું અશ્વ નામનું પ્રાણી બિનહરીફ હતું. પ્રતિસ્પર્ધીને પાડવામાં ચિત્તા જેવા ઝડપી અને કુનેહબાજ કોઈ નહોતા. મૃગરાજ પણ એની છલાંગો પાસે ઝાંખો પડતો. પણ આ પ્રાણીઓ પ્રજામાં બહુ પ્રિય નહોતાં બન્યાં. પ્રજા ગાય, વૃષભ ને બીજાં પ્રાણીઓ તરફ જ ચાહ ધરાવતી. રાજ્યાભિષેકના સમય માટે દેવી સુમંગલા ગજરાજને કેટલાય દિવસથી શણગારી રહ્યાં હતાં. અશ્વશાળાના નિયામક દેવયશે એ અશ્વોને તો સૈન્યના સ્વાંગમાં પરિવર્તિત કરી દીધા હતા, જેઓ અશ્વની વિદ્યાથી સુવિજ્ઞ હતા, તેવાઓને ધનુર્ધર બનાવી દેવયશે વન, અટવી ને સાગર-સરિતાઓની વ્યવસ્થા સોંપી હતી. સુયોધના અનુયાયીઓએ ભયંકર ગદા ધારી હતી. કેટલાંક મજબૂત ને જુવાન સ્ત્રી-પુરુષો દંડધારી બની આ વ્યવસ્થામાં ભાગ લઈ રહ્યાં હતાં. દેવી સુનંદા તો વળી આથી અદ્ભુત કાર્ય કરી રહ્યાંના વર્તમાન મળ્યા હતા. તેઓ કુમાર અને દેવી સુમંગલાના રાજ્યાભિષેક પ્રસંગે ઘરેઘરની સ્ત્રીઓ મોતી-અક્ષતથી વધાવી શકે, ફૂલહાર પહેરાવી શકે, તેવી જાતનાં વાહનની યોજનામાં હતાં. ગજની સવારી ઉત્તમ, પણ ઘરઆંગણામાં ઊભેલી સ્ત્રીઓ ડોક દુઃખી ૧૫૮ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy