SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ “એ ‘ત્રીજો’ તે રાજા. એટલું યાદ રાખજો કે જ્યારે તમે બે એક છો, ત્યારે ત્રીજાની જરૂર નથી, જ્યારે તમે બે મિત્ર છો, ત્યારે તમારે રાજાની જરૂર નથી. પણ જ્યારે તમે પક્ષકાર છો, હરીફ છો, ત્યારે તમારે રાજાની જરૂર છે. કેટલીક વાર માણસ પોતાની ક્ષતિ પોતે જોઈ શકતો નથી, પોતાની ભૂલ એને ભૂલરૂપે દેખાતી નથી, એ વેળા પક્ષકારની ભૂમિકાથી અસ્પૃશ્ય એવા એક રાજાની તમારે જરૂર છે. એને તમે ગમે તે નામ આપી શકો. છો: રાજા કહો, અગ્રણી કહો, લોકનેતા કહો, રાષ્ટ્રનેતા કહો. એક ગૂંચ તમે બે ઉકેલી શકો ત્યારે તમે પોતે તમારા રાજા છો; એ તમારાથી ન ઉકેલી શકાય અને એ ન ઉકેલ્યા વગર ચાલી પણ ન શકે ત્યારે તમારે રાજાની જરૂર છે. માનવીની સ્વતંત્રતા પરસ્પરના સ્વાર્થથી ક્ષીણ થવાનો પ્રસંગ આવે ત્યારે રાજા એ સ્વતંત્રતાનો રક્ષક છે. સંસારને જે નિર્બળ ને હીન બનાવે એ રાજા નહીં, જે નિર્ભય ને શુદ્ધ બનાવે એ જ સાચો રાજા. એ રાજા અનાથોનો નાથ છે; નિરાધારોનો આધાર છે. અશરણનો શરણ છે, એ સદા નિર્બળનો પક્ષકાર છે, આતતાયીનો કાળ છે, અન્યાયીઓનો યમરાજ છે, અપરાધીનો શાસક છે. પ્રજાની હીનતા એ એનું અપમાન છે. પ્રજાની દરિદ્રતા એ રાજાની પોતાની દરિદ્રતા છે. રાજા એ પિતા પણ છે, ને માતા પણ છે. નિષ્ફર કર્તવ્યહીન બાળકને ધમકાવતો, ધમકાવ્ય ન માને તો મારતો-તાડતો રાજા પિતાનો સ્વાંગ સજે છે. બીજી તરફ એ માતા પણ છે. એના અંતરમાં એ બાળક પ્રત્યે દેવી પ્રેમનો સોત વહેતો હોય છે. સંસાર તો અનિષ્ટોથી ભરપૂર છે. રાજા આ અનિષ્ટો તરફ ક્રોધ કરી શકે, પરંતુ અનિષ્ટભાજને માનવી માટે તો એના દિલમાં પ્રેમ જ હોય. પુત્રને નિરોગી બનાવવા ડામ દેતી માતા, જેમ વગર ડામે ડામનું દુઃખ સહે છે, એટલી તીવ્ર સંવેદનાવાળો માણસ જ રાજા થઈ શકે. એ રાજા પોતાની વ્યવસ્થા માટે તમારી પાસેથી ભાગ માગી શકે છે. એની સેવા જ એવી છે, કે તમે હોંશે હોંશે એટલો ભાગ એને આપવા રાજી થાઓ. પણ તમારી પાસેનો ભાગ એના એશઆરામ માટે નથી. એના ભંડારો ભર્યા રાખવા માટે છે. એની સમૃદ્ધિ એ પ્રજાની સમૃદ્ધિ છે. ને આપત્તિ કાળે એ પ્રજાના રક્ષણ માટે છે. પહેલા પૃથ્વીનાથ ૧૬૯ Jain Education International . For Private & Personal Use Only. . .. www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy