SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વધુ મહત્ત્વ નથી. તમે જીવન મેળવ્યું તો એના અર્થનો સદાકાળ વિચાર કરો. એક ગૃહઅગ્નિથી જેમ હજાર ગૃહઅગ્નિ પેટાવી શકાય એમ તમે તમારા જીવનથી હજારને બક્ષજો. “માનવમાત્ર મહાન, માનવમાત્ર સમાન, “માનવમાત્ર મિત્ર : ‘–આ વાત તમે કદી ન ભૂલશો. વીર્યથી, બળથી ને પ્રેમથી તમે જીવન વિશે વિચાર કરજો. અષ્ટાપદનો મહાન પર્વત પણ તમારી દૃઢતા પાસે સામાન્ય છે. જંગલનો વિકરાળ વાઘ પણ તમારા પરાક્રમ પાસે કંઈ નથી. ભયંકર ભોરિંગ પણ તમારી નિર્ભયતા પાસે નિસ્તેજ છે. “જીવનને પ્રેમથી ઘડજો, નિર્ભયતાથી જીવજો, નિખાલસતાથી વર્તજો. મહત્તા, સમત્વ ને મિત્રતામાંથી કદી પાછા ન પડશો. અંધારિયાં વનોમાંથી ને ઝેરી ઉપવનોમાંથી તમારા માનવમિત્રોને શોધી લાવજો. તમને લાધેલાં દર્શન એમને કરાવજો. તમને મળેલી શ્રદ્ધા એમને આપજો. જીવન પ્રત્યેના આ ઉદ્યોગને અવિરત ચાલુ રાખવા, એમાં આવતાં વિઘ્નોને ટાળવા, તમારું સંગઠન સશક્ત બનાવવા ‘રાજા'ની તમને જરૂર છે. "" “કોઈક વાર નિર્બલ પર સબલને સત્તા જમાવવા દિલ થાય; કોઈક વાર તમે પક્ષકાર બની કોઈ વાત સમજવાનો ઇન્કાર કરો; કોઈક વાર વહેંચણીનો પ્રશ્ન ભારે ઉગ્ર થઈ જાય; જ્યારે બે જણા મિત્ર મટી પક્ષકાર બની જાય, વાદી-પ્રતિવાદી બની જાય, ત્યારે તમારે ત્રીજાની જરૂર છે. ‘“એ ‘ત્રીજો’ એવો હોય, જેને બંને પક્ષ માન્ય રાખે, બંને એને પ્રેમથી સ્વીકારે. જેનાં ડહાપણ, ઔચિત્ય ને તટસ્થતા માટે કોઈને શંકા ન હોય એવા ‘ત્રીજા’ની જરૂર છે. એ ત્રીજો તમારામાંનો જ હોય, તમારા જેવો જ હોય, તમારો પોતાનો જ હોય—ફેર એટલો કે તે પરિસ્થિતિના પ્રવાહમાં કદી ખેંચાતો ન હોય ને શાંતિ ને ધીરજથી વિચાર કરવા ટેવાયેલો હોય. આવો ‘ત્રીજો’ સદાકાળ જિજીવિષાના આ કાળમાં જરૂરી છે, અને એમાં પણ માનવી જ્યારે એકબીજાંની પાસે પાસે જીવતાં શીખ્યો, એકબીજાનો સ્વાર્થ એકદમ નજીક રાખીને જીવનઘડતર કરવા લાગ્યો ત્યારે એ ત્રીજાની ખાસ જરૂર છે. ૧૬૮ ૨ ભગવાન ઋષભદેવ Jain Education International 'For Private '&'Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy