SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તમે પશુઓને પણ સમજ્યા ને તેમને મારવાને બદલે તેમનો જીવંત ઉપયોગ કરવા માંડ્યો. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. તમારી દૃષ્ટિમાં પશુઓ તરફ સદ્ભાવ ઊપજ્યો અને તેમણે તમને અમૃત આપ્યાં. વનફળ ને દૂધનાં અમૃત તમારો ખોરાક બન્યાં ને તમે પશુઓ તરફ વધુ સહાનુભૂતિવાળા બન્યા. માતા પૃથ્વી તરફ પણ તમને પ્રેમ ઊપજ્યો ને તમે આગળ વધ્યા. પૃથ્વીમાતાએ તમને પોતાનાં અંતર ઉઘાડી આપ્યાં : કેટલાં અન્ન, કેટલાં ખાદ્ય, કેટલી અભુત ઔષધિઓ ! પૃથ્વીનો પહેલો નિયમ એ યાદ રાખજો કે, તમે જેટલા ઉદાર થશો, પ્રેમાળ થશો, હેતાળ થશો, પ્રકૃતિ તમારી સાથે તેટલી જ ઉદાર, તેટલી જ પ્રેમાળ થશે. તમારાં ક્રૂર કાર્યનો પડઘો ક્રૂરતામાં પડશે. બીજાને આનંદ ઊપજે એમ વર્તશો, તો બીજા તમારા આનંદ માટે સદા ચિંતા કરશે. બીજાનું પેટ ભરવાની ચિંતા તમે કરશો, તો તમારી ચિંતા તમારે કરવાની નહીં રહે. આ અટલ નિયમ કદી ભૂલશો નહીં. “તમારું જિજીવિષાનું યુદ્ધ તમે શોભીતી રીતે ચલાવ્યું છે. એ અંધારી ગુફાઓ, ઝાડોની ઊંચી ભેંકાર ઘટાઓ ને કોતરોનાં પોલાણમાંથી તમે સપાટ મેદાન પર આવ્યા છે. તમારા પ્યારાં બચ્ચાં હવે વનેચરોનો ખોરાક બનતાં નથી. તમારો દેહ ભુજપરિસર્પોના ડંશનું ઠામ નથી. આજે તમે એકબીજાનાં શિકાર-શિકારી નથી રહ્યાં. તમારા પેટની પવિત્ર આગે તમને જુદા જુદા પ્રદેશો બતાવ્યા છે. તમે શિકારી મટી વ્રજવાસી ગોપજન બન્યા છો; ગોપજનમાંથી કૃષિકાર બન્યા છો, એમાંથી કુટુંબી બન્યા છો; ને તેમાંથી તમે કુળવાસી બન્યા છો. અહીં અગ્નિએ તમને પ્રથમ રક્ષણ આપ્યું છે. અગ્નિ એ તમારા જીવનનો ન ભુલાય તેવો દેવ છે. અગ્નિની શોધે, એની ઉપયોગિતાએ માનવકુળોની શક્તિને અનેકગણી વધારી દીધી છે. અગ્નિ તમારો સદાનો પૂજ્ય, સદાનો સાથી છે. અગરચંદનો હોમ કરીને પણ એને પ્રજવલિત રાખજો. સદા એની પૂજા કરજો, એને ધૂપ કરજો, યજ્ઞો કરજો; એ તમને જીવન બક્ષશે. પણ જીવન મેળવવામાત્રથી શું ? જીવનનો જો કંઈ અર્થ ન હોય તો મૃત્યુ અને તેના વચ્ચે શો તફાવત ? તો પછી મૃત્યુના મેદાન જેવી પેલી અંધારી ખીણો ને ગુફાઓ જ શી ખોટી ? ખાણમાંથી ખોદી લાવેલો હીરો, જો કંઈ ઉપયોગમાં ન હોય તો એ ખાણના બીજા પથરા કરતાં એનું કંઈ પહેલા પૃથ્વીનાથ ૧૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy