SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અષ્ટાપદ અષ્ટાપદ પર્વત તો મહાભયંક૨ ! ભેંકાર ગુફાઓમાં દૃષ્ટિવિષ સર્પ બેઠા છે ઃ ફુત્કાર નાખતાં જ પશુ, પંખી કે ઝાડ–જે સામે આવ્યું તે—બળીને ભસ્મ થઈ જાય છે. ઊંડી ઊંડી કંદરાઓમાં વ્યાઘ્રમુખ મગર-મત્સ્યો ફરી રહ્યાં છે ; એમનાં નસકોરાંમાંથી અગ્નિના ફુવારા છૂટી રહ્યા છે. ભયંકર હાથીઓનાં ટોળાંના ચિત્કાર સદાસર્વદા સંભળાયા કરે છે. વૃક્ષનાં વૃક્ષ, વનનાં વન છૂંદતાં એ ટોળાં બેફામ ચાલ્યાં જાય છે. અષ્ટાપદની ભયંકર ગર્જના સિવાય એમનો મદ કદી શાન્ત થતો નથી. દિવ્ય ઔષધિઓનો અહીં ભંડાર છે. પર્ણો પર્ણો પ્રકાશના પુંજ ઠાલવતાં વૃક્ષો છે. અહીંનાં જ વૃક્ષોના રસથી પાણી ઉપર જમીનની જેમ પગ મૂકીને ચાલી શકાય તેમ છે. Jain Education International આ પહાડ જ અદ્ભુત છે. એના પથ્થરમાંથી દિવ્ય અંજન બને છે, અને એ અંજનથી અંધકારમાં પણ પ્રકાશની જેમ જોવાય છે. એની ઉપત્યકાના ઝરણમાં એવો રસ સદા નીતર્યા કરે છે, કે એનો ઉપભોગ કરનાર માનવી કદી વૃદ્ધ ન બને. અહીંનાં જીવજંતુ અત્યંત બલિષ્ઠ, દીર્ઘ આયુષ્ય ભોગવનાર છે, ને અહીંનો વાયુ ચંદનનાં વનોમાંથી આવે છે. સુંદર ઝરણાં, છલકાતાં નવાણો, લચી પડતાં ફળફૂલનાં વૃક્ષો, કંદમૂળથી ફળદ્રુપ ભૂમિ ! હવા સંગીત કરે છે, આકાશ પ્રકાશ રેલાવે છે, દિશાઓ જાણે આલિંગન આપે છે. કેવું સુંદર સ્થળ ! કુમારને પહેલી નજરે ભાવી ગયું. જીવનનું વિરામસ્થળ; For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy