SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ યુગલિકધર્મ-નિવારણ અયોધ્યા નગરીમાં આજે બે બનાવો વિશે છૂટથી ચર્ચા થતી હતી : એક, ખુદ પૃથ્વીનાથે ભરતની સખી બનાવવા માટે રાજા દેવયશની સુંદર પુત્રી વૃષભશ્રીનું માગું કર્યું તે; અને બીજું, મહાદેવી સુમંગલાએ ગઈ કાલે જે યુગલને જન્મ આપ્યો તે. આ સંસારમાં યુગલ (બેલડાં) તો અવતરતાં, પણ નવી નવાઈની વાત આ યુગલમાં એ હતી, કે બંને પુત્ર હતા ! એક પુત્ર અને બીજી પુત્રી ન હોય તો એ યુગલ કેમ કહેવાય ? બંને જીવનના ધર્મો કઈ રીતે અદા કરે ? આ બે વર્તમાન પર પ્રજા કંઈ કંઈ તર્ક-વિતર્ક કરતી : અરે, હવે આ નવા સંસારમાં કેમ રહેવાશે ? પુરુષ સ્ત્રી વિના કેમ જીવી શકશે ? અને પારકા ઘરની સ્ત્રી લાવીને રાખતાં એ પોતાની કેમ કરીને બનશે ? જીવવાનું સાથે, ખાવાનું સાથે, મહેનત – મજૂરી કરવાની સાથે, ને કોઈ પારકી જણી સાથે એ શી રીતે બનશે ? - “અરે, એક માતાનાં પુત્ર-પુત્રી તો સાથે નગ્નદેહે ફર્યાં હોય, રમ્યાં હોય, સાથે સૂતાં હોય, સાથે રહી રહીને એકબીજાની લાજશરમ તૂટી ગઈ હોય. એની સાથે યથેચ્છ વર્તી શકાય. ને આ તો પારકી જણી ને પેલો પારકો જણ્યો ! મોકળે મને વાતચીત પણ શી રીતે થાય ?”' એક સ્ત્રીએ પોતાનો મત આપ્યો. “આ તો નવો ચીલો પાડ્યો ઃ પોતાનું હોય એ બીજાને આપી દેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy