________________
“હું જાણું છું, તું વહાલ કરે છે, તું જ ભરતની સખી બનીશ. આજે જ રાજા દેવયશને કહેણ મોકલું છું.”
કોઈને આ વાત ન સમજાણી. અરે, આ વાત આજ પહેલાં કદી બની છે કે બનશે ! એક માને પેટ જે બે જન્મ્યાં એ જ સહોદર- એ જ સખા ને એ જ પતિપત્ની ! આજે સ્વયં નીતિન્યાયના સૃષ્ટા ને દ્રષ્ટા પૃથ્વીપતિ પોતે આવી વિચિત્ર વાતો કાં કરે ? શું એ વિચિત્રતામાં પણ કંઈ વિલક્ષણતા ભરી હશે ?
તર્કવિતર્ક કરતાં સહુ પાછાં વળ્યાં.
વૃષભશ્રી ઢીલી ઢીલી પાછળ ચાલતી હતી. ભરતે એના ભારે નિતંબ પર નાની એવી ચૂંટી ખણતાં કહ્યું :
“કોણ જીત્યું આજે ? ભરત કે બાહુબલી ?' વૃષભશ્રીએ હાથમાં રહેલું લીલા-કમળ ભરતના મોં પર માર્યું. કમળની પાંદડીઓ એ મુખ પર વરસી રહી.
૧૯૬ ૨ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org