SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દૂરથી પિતાજી, મહાદેવી સુમંગલા અને સુનંદા સાથે, આવી રહ્યાં હતાં. જલક્રીડા કરવા ગયેલા કુમારોને શોધતાં શોધતાં તેઓ અહીં આવી પહોંચ્યાં હતાં. બધા કુમારો દોડીને ત્રણેને વીંટળાઈ વળ્યા. બટકબોલી વૃષભશ્રીએ આજની બધી વાત વિસ્તારીને કહી દીધી ! ને છેવટે કોણ જીત્યું તેનો ન્યાય કરવા પૃથ્વીનાથને કહ્યું, “આજનું ન્યાયાસન દેવી સુમંગલા ને સુનંદાના હાથમાં છે. મહાદેવી, ચુકાદો આપો !” એમાં ચુકાદો શું આપવો હતો?” મહાદેવી સુમંગલા બોલ્યાં, “શું રાજા વૃષભધ્વજની એ આજ્ઞા નથી કે પ્રજાના કે જગતના શાસન માટે શ્રદ્ધા કે પ્રેમનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ છે ? જગતને વશ કરવા માટે બળ વાપરવું પડે, એ માર્ગ ભલે કોઈ પળે અનિવાર્ય હોય, પણ કનિષ્ઠ તો ખરો જ ! મારી દષ્ટિએ બાહુબલી જીત્યો.” બ્રાહ્મી પોતાનો વિજય થતો જોઈ નાચી ઊઠી. ભરતનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. પરાજયહાર એને મન મૃત્યુ જેવી વસ્તુ હતી. એ મહત્ત્વાકાંક્ષી કુમાર લેશ પણ ઘસાતું સાંભળી ન શકતો. વૃષભશ્રીએ પણ ભરતને દબાવવાની તક જોઈને કહ્યું : પૃથ્વીપતિ, અને આ ભરત મને સહોદરા બનાવવાની વાત કરતો હતો.” “કોણ ? ભરત ?” ને પૃથ્વીનાથે પોતાની આંખો એક વાર વૃષભશ્રી પર ને બીજી વાર ભરત પર ઠેરવી. એ દૃષ્ટિમાં શાપ હતા કે આશીર્વાદ, એ કંઈ ન સમજાયું. ભરતને પૃથ્વી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું. “ભરત, આમ આવ !” ભરત - પ્રતાપી કિશોર – ધ્રૂજી ઊઠ્યા. વૃષભશ્રી દોડી આવીને બોલી : “ના સ્વામી, એને દંડ ન દેશો. એ તો હું એને વધુ વહાલ કરું છું, એટલે બોલ્યો હશે. હું માફ કરું છું.” હું માફ નથી કરતો,” અને આ શબ્દોએ સહુને સ્તબ્ધ કરી મૂક્યાં. ન જાણે હમણાં શું થશે ? પણ ગંભીર બનેલું પૃથ્વીનાથનું મોં એકદમ મલકી પડ્યું : “વૃષભશ્રી, તું ભરતને વહાલ કરે છે, કેમ?'' વૃષભશ્રીને હા કહેવી કે ના, કંઈ ન સમજાયું. એ રડવા જેવી થઈ ગઈ. જલક્રીડા ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy