SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ “માનવસંસ્કૃતિનો આ ઉષાકાળ છે. પહેલા પુષ્પને પ્રેમથી પ્રમાણીએ. જૂથને જાળવજો – પોતાને નહીં. પડોશીને પોષજો – પોતાને નહીં. “ભરતદેવ !” પૃથ્વીનાથે છેલ્લે ઉપસંહાર કરતાં કહ્યું, “એક મધપૂડામાં કેટલી માખીઓ રહે છે ? સહુ કેવી અલગ અલગ અને છતાં કેવી એકમેક બનીને રહે છે ! સદા સુંદર ફૂલો પર એ મધુમક્ષિકાઓ ઊડ્યા કરે છે, ને ત્યાંથી જે મધુ લાવે છે તેનો મધપૂડામાં સંચય કરે છે. રાજ એ પણ એક મધપૂડો છે. એ અભિન્ન રહે માટે એના થોડા થોડા ભાગ સહુને વહેંચી આપું છું.” ને તેમણે બાહુબલી તરફ જોતાં કહ્યું : બાહુબલી !” જી, પિતાજી " “તને યુવરાજપદે સ્થાપન કરું છું, ને આર્યદેશના એક ભાગના રાજા તરીકે નીમું છું. રાજનાં તમે સહુ અંગ છો. ભરતને આપેલો ઉપદેશ તારા માટે પણ છે.” - “પિતાજી, મારે રાજ્યની જરૂર નથી. આપના ચરણકમલની સેવાથી મારું મન તૃપ્ત થશે, મને ત્રણ લોકનું રાજ આપ્યા જેટલો આનંદ થશે.” મારી સેવામાત્રથી કદાચ તારું મન તૃપ્ત થશે, પણ મારું મન નહીં થાય. બાહુબલી ! મારી નહીં, મારા આ ક્ષણભંગુર દેહની નહીં, મારા આદર્શની સેવા કર. આ મારાં હાડ-ચામની માયા છોડી મારી ચિરંતન ભાવનાઓ તરફ તું લક્ષ કર, તું રાજ સ્થાપજે, શાસન પ્રસારજે, મારા આદર્શને ઉજ્જવળ બનાવજે. એક વ્યક્તિ કરતાં એક સુરાજા તરીકે તું ઘણું કરી શકીશ.” જેવી આજ્ઞા !” સદા સાદી-સીધી ચર્ચામાં માનનાર બાહુબલીએ પિતાની આજ્ઞાને શિરસાવદ્ય કરી. આ પછી અનુક્રમે બીજા પુત્રોને બોલાવી ભિન્ન ભિન્ન પ્રદેશનાં રાજ આપ્યાં. સહુને ભિન્ન ભિન્ન સલાહો આપી, અંતે તેમણે પોતાની બંને પુત્રીઓને બોલાવી : સૂર્ય ને સોમ જેવી સુંદરી ને બ્રાહ્મી નતમસ્તકે પાસે આવીને ઊભી રહી. “બ્રાહ્મી, સુંદરી, તમને બેને સામ્રાજ્યનો કોઈ ભાગ આપતો નથી. સત્તા ને સંપત્તિથી તમને વેગળી રાખું તો જ, તમારા માથે જે કર્તવ્યભાર મેં મૂકવા ધાર્યો છે, તેને પહોંચી શકશો. તમને બંનેને મારી કલ્પનાના રાજ્યનાં અધિપતિ બનાવવાં છે. ૨૫૮ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy