SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ “બ્રાહ્મી, બેટા, તારું કામ તું અવિરત રૂપે આગળ ચલાવજે, આર્યાવર્તની એકતા માટે, માનવોના ઉદ્ધાર અંગે ભરતનું કામ જેટલું મહાન છે એટલું તારું કામ મહાન છે. કોઈનું દેખાય – કોઈનું ન દેખાય. કોઈના તેજથી જગત અંજાય, કોઈનાથી ન અંજાય – પણ કાર્ય મહાન છે. કાર્ય પાસે માણસે પોતાની મહત્તા વિચારવી ઘટે. જગત ભરતની સેવાને ભૂલશે; તારી સેવા ચિરંજીવી બનશે. હાથથી, મોંથી, ચેષ્ટાથી વ્યક્ત થતી અસ્પષ્ટ ઊર્મિઓને તું તારી દ્વારા સરળ અને સાકાર બનાવજે. માનવના હૃદયમાં કેટલી મીઠાશ છે, એ તારા કાર્ય દ્વારા જ જાણી શકાશે. જીભ, હોઠ, દાંત, ગળું ને તાળવાનો ઉપયોગ કરી, જે એક અદશ્ય પડઘા માનવી પાડે છે અને તું તારા કાર્ય દ્વારા પકડી પાડજે. એને દૃશ્ય બનાવજે ! જે અક્ષરજ્યોત જલાવવાનું ભગીરથ કાર્ય તેં હાથ ધર્યું છે, એ નહીં હોય તો ભર્યો સંસાર અંધારઘોર બની જશે. “માનવી પડખોપડખ વસતો થયો છે, પણ હજી જાણે એક મહાન અંધકારમાં જ બેઠો છે. એ એકત્ર થવાની ઝંખના કરે છે, પણ એનું દિલ ખુદું કરીને પરસ્પરને સમજવા-સમજાવવા પૂરતા શબ્દો એની પાસે નથી; શબ્દો છે, તો સામો સમજી શકે તેવા પરસ્પર પરિચિત નથી. ભાવનાનો સાગર મનમાં ઊછળે છે, પણ એ ભાવ-વિનિમય સાધી શકતો નથી. માનવમાત્રની એકતા માટે તારી પહેલી આવશ્યકતા છે. આર્યવર્તને એકતાની સાંકળે ગૂંથવા તારું કાર્ય જેટલું શક્તિશાળી છે, એટલું ભારતની સેનાનું નથી. દુનિયા પર મહાન સામ્રાજ્ય સુવિચારનું છે, એ સુવિચારને તું ચિરંજીવ કરજે. સંસારના અનેક વિક્ષેપો તને નડશે, પણ તારું કામ તો તું આગળ ધપાવજે. જે પવિત્ર વારસો તું મૂકી જઈશ, એ કોઈ મૂકી શકશે નહીં. તારું કાર્ય એવું સુંદર હશે કે પથ્થરમાં પણ ભાવ પ્રગટશે, ને પત્રમાં જાણે હૈયું બોલશે, અહીં બેઠાં તું યોજન પર બેઠેલા પાસે મનના ભાવ પ્રગટ કરી શકીશ; કોઈ પવિત્ર સંદેશ એકસાથે અનેક સ્થળે પ્રસારી શકીશ. દીવાને પણ વાટની જરૂર છે. મારા સત્યને તારા શબ્દદેહની જરૂર છે. લોકવ્યવહાર પણ કેટલો સરળ બનશે ! એક વાત કથવા માટે, વાત કરવા ઇચ્છતી બે વ્યક્તિઓને પ્રત્યક્ષ મળવું અનિવાર્ય છે, એ કષ્ટ દૂર થશે. એક પાંદડું મોકલીને પણ એ પોતાનું હૈયું પોતાના પ્રિયજન પાસે ખોલી શકશે. . “સુંદરી, તારું કાર્ય પણ ગણતરીનું છે. વ્યવહારમાં તારી ગણતરી બહુ ઉપયોગી થશે, દિવસે દિવસે માણસ સંપત્તિશીલ બનશે, પરિગ્રહ એને પ્રિય રાજાનો ધર્મ ૨૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy