SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સંસ્કૃતિની કેડી સંસ્કૃતિની પહેલી કેડી રચાતી હતી. મલયાગિરિની ચંદનવાડીઓ ગુંજી ઊઠી હતી,ચંપાના બાગ ને કેસુડાનાં વન ખીલી ઊઠ્યા હતાં. સાગર અને સરિતાને કાંઠે વસતાં તમામ કુળવાસીઓમાં ખબર પ્રસરી ગયા હતા કે, કુમાર વૃષભધ્વજ આપણા સ્વામી થશે,એ આપણા રાજા થશે, આપણે એની પ્રજા થઈશું. રાજા આપણાં દુઃખ વિદા૨શે. આપણી આજીવિકા જાળવશે,બે જણની વઢવાડ એ સાંભળશે. બે જણનાં મનદુઃખ એ ટાળશે. નબળાને બિળયાથી બચાવશે. નિર્બળના નાથ બનશે. જેનું કોઈ નહીં, એના એ ! કોઈને ભૂખ્યા રાખી એ જમશે નહીં, કોઈને રોતા રાખી એ હસશે નહીં. વરસાદ એ લાવશે. વાડીઓ એ જાળવશે. સહુ સંકટમાંથી એ મુક્ત કરશે. કોઈ આપણને અન્યાય કરશે, તો રક્ષણ આપશે; અન્યાય કરનારને શિક્ષા કરશે. નવી નવી કળાઓ શીખવશે. તેનો આશ્રય લેનારનો એ સ્વામી થશે. આપણાં મનદુઃખ, રોગશોક, ભૂખસંતાપ બધું સ્વામીનું થશે. કુળવાસીઓ, સહુ આનંદો ને એકત્ર થાઓ ! નદીના તટ વસાવો,સાગરના તીર વસાવો,વનનાં વન વસાવો, અને સહુ કુળવાસીઓ રાજાના ભેટણે ચાલો. જોતજોતામાં સરયૂના તીર પર માનવકુળોની ભીડ જામી ગઈ. કુમારનો અનન્ય સેવક સુયોધ સહુને યોગ્ય સ્થાને વસાવી રહ્યો, પ્રત્યેક કુળવાસીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy