SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ એક થાનોલે ધાવ્યાં છીએ, કુમારની આંખની જ્યોતિ જોઈ છે ? ઉદંડ હાથીના ટોળા વચ્ચે એ એકલો આંખના બળે મદમસ્ત, હાથીઓનો મદ ગાળી નાખે. એના બાહુ જોયા છે ? જેના પર પડ્યા એના પર આકાશમાંથી જાણે વજ પડ્યું. ને એની મુદ્રા જોઈ છે ? વાઘ પણ વશ થઈ જાય;સિંહ પણ સ્નેહ દાખવે,”દેવી સુમંગલાને સ્વામીના ગુણગાનમાં ૨સ-ઉલ્લાસ આવી રહ્યો હતો. “બ્બા, એને વાઘ પણ વશ થઈ જાય, એ વાત તો અમારા ખાસ અનુભવની છે.” એક કુળવાસિની સખીએ કહ્યું. “તારા અનુભવની ! અરે, તું વળી ક્યારે કુમાર સાથે વનવિહા૨ે ગયેલી, ને વાઘ વશ કરેલો જોયો ? ” આમાં ઈર્ષાનો આછો ટંકાર હતો. “બ્બા, વાધને એટલે કંઈ વાઘ જ નહીં, કદાચ વાઘણ પણ હોય.” “અરે હા, વાઘ ને વાઘણની વાત તો સમજ્યાં, પણ તને ક્યારે અનુભવ થયો ? તું એમની સાથે હતી ?” “એ અનુભવ તો આજેય ચાલુ જ છે ! અને વાઘણ તો અત્યારે વગર બંધને કેદ છે.” “અનુભવ ચાલુ જ છે ? ગાંડી થઈ ગઈ લાગે છે !” “ના, બા, મારી આંખ સામે જ ચાલુ છે !” “વાઘણ ક્યાં છે ” “આ રહ્યા દેવી સુમંગલા.” “હું વાઘણ ?” “હા, હા, વાઘણને વશ કરવી સહેલ, પણ દેવી સુમંગલાનો તાપ જીરવવો મુશ્કેલ. બા, લોકો તમારા નામથી ધ્રૂજે છે, એટલા વનના વ્યાઘ્રથી ધ્રૂજતા નથી. એવાં તમને કુમારે કેવાં મીણ જેવાં બનાવ્યાં છે ! કુમારનું નામ પડ્યું, ત્યાં ઘેલાં. વાતવાતમાં કુમાર, કુમાર ને કુમાર.” “અરે ગાંડી, અમે બે તો એક જ છીએ. કુમાર તો મારો પ્રાણ છે, મારો શ્વાસોચ્છવાસ છે.” “એમ તો અમે પણ છીએ, પણ આવું નહીં ! જીવીએ તોય જોમ નહીં, મરીએ તોય હૂંફ નહીં. અને બા, નાભિદેવ પાસે લોકો કંઈ ફરિયાદ કરવા જાય છે, ત્યારે એ શું કહે છે, ખબર છે ? ભાઈઓ, આટલાં બધાં કુળ મારાથી નહીં સચવાય.જાઓ, કુમાર પાસે કાં સુમંગલા પાસે ! એ તમારો ન્યાય ચૂકવશે. એ તમારા સ્વામી બનશે.” ૧૨૪ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy