SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે ભયંકર કિકિયારી કરી. કિકિયારીનો પડઘો સર્વત્ર પ્રસરી રહ્યો. ગળે વીંટાયેલું રીંછ પડઘા સાંભળી ચમક્યું. એની આંખોમાં પ્રતિહિંસા ઝળકી ઊઠી. એ છલાંગ મારી દૂર જઈ ઊભું. “ડરીશ મા, ભાઈ !” માનવીએ શબ્દો ઉચ્ચાર્યા, ને ફરી જાણે એ નિર્ભય બની ગયું. એ નજીક સર્યું. પણ કિકિયારીઓ વધતી જતી હતી. માનવીઓ સમીપ આવી પહોંચ્યા હતા. હિમપ્રદેશનો આ અધિપતિ એક છલાંગે પાછો હઠ્યો, ને બીજી છલાંગે ઊંડી ગુફામાં સરી ગયો. વિચિત્ર ભાષા બોલતાં આ માનવપ્રાણી પેલા મહાકાય પુરુષની સમીપ આવ્યાં. વનનો વિકરાળ રાક્ષસ જ્યારે આ પુરુષને કંઈ ન કરી શક્યો, ત્યારે નક્કી આ કોઈ મૃત્યુલોકની બહારનો પુરુષ ! ખુદ મૃત્યુ પણ એને સ્પર્શ ન કરી શક્યું ! અમર માનવી ! ન સહુ એના પગમાં આળોટવા લાગ્યા. પેલા મહામાનવની આંખોમાં કરુણાના મેઘ ઘટાટોપ જમાવી રહ્યા હતા. આ માનવયૂથમાં કોઈ નગ્ન હતા, કોઈ અર્ધનગ્નઃ ક્ષુધાથી એમનાં અસ્થિ બહાર નીકળ્યાં હતાં. અરે, સૃષ્ટિનો અદ્ભુત જીવ તે માનવી ! એ માનવ આવી દીનહીન દશામાં રહે ? પશુથી પણ હીન રહે ? એને ખાવા માટે પશુની જેમ હાડ-માંસ જ જોઈએ ? પશુના જેવો જ ખોરાક ? પશુના જેવાં જ વાસસ્થાન ? પશુના સંસ્કાર ને પશુની સંસ્કૃતિ ? પશુયે પરસ્પરની બોલી સમજે, માનવીમાં એ પણ નહીં ? વાઘ વાઘને ન ખાય ! અને માનવી માનવીને પોતાનો ખોરાક સમજે ! આ માનવજાતનો ઉદ્ધાર કેમ થાય ? રે ! નાભિ-શાસનના એ રસિયા કેમ બને ? કુળકરોની પ્રજા એ કેમ બને ? એક જ ભાષા, એક જ ભાવ, એક જ દેશ ને એક જ આચારવિચારવાળા એ કેમ થાય ? સંસ્કૃતિનું સૂત્ર સહુને ઐક્યના ભાવે કેમ બાંધે? સંસ્કારનાં બંધન સહુને સુખને ઝૂલે કેમ ઝુલાવે ? હિમવાસીઓ પોતાની કૃતજ્ઞતા અજબ રીતે પ્રદર્શિત કરી રહ્યા હતાઃ કોઈ એમના ચરણે વનમેવા મૂકતા હતાં. કોઈ એમને મધપૂડાની ભેટ ધરતા હતા. કોઈ એમને તાજું આણેલું ભક્ષ ભેટ આપતા હતા. “અરે, એમને હૂંફ માટે કોઈ સાથી ક્યાં છે ?” કોઈ કોઈ તો હિમપ્રદેશની ફૂટડી શ્વેતાંગી સુંદરીઓ એમને અર્પણ કરવા લાગ્યા. માનવી – દેવોને પણ પૂજ્ય ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy