SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સંચાલન માટે પણ ઘટતી વ્યવસ્થા કરવી રહેશે ને !” અષ્ટાપદવાસી વડા દેવે વિનંતિ કરતાં કહ્યું. “દેવેશ, રાજ પણ સમાજનું અંગ છે. આ ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રોમાંથી ડાહ્યાઓને ચૂંટીને એક રાજસભા નિર્માણ કરવામાં આવશે. આ રાજસભા જ સર્વ સંચાલન કરશે. એ ઉપરાંત દેવયશ મારો અનુરાજા અને અમાત્ય બનશે. મારી અનુપસ્થિતિમાં રાજસભામાં એ નેતાગીરી કરશે. સુયોધ તમારો પ્રિય સેવક-સેનાપતિ બનશે. અનેક કુળોમાં વ્યવસ્થા સ્થાપવા એ પોતે પ્રવાસ કરશે. માગે ત્યારે મસ્તક આપે એવા મરજીવાઓનો એક સંઘ સ્થપાશે. અને સલાહ આપવા માટે પણ કોઈની જરૂર રહેશે ને ? વિચારણા – ગંભીર વિચારણા એ સારા કાર્યનો પહેલો પાયો છે. મારા સમવયસ્ક બધા રાજન્ય કહેવાશે. *આ નમિ-વિનમિ મારા સંદેશવાહક બનશે; સુમંગલા મારી પટરાણી બનશે; ને સુનંદા રાજભંડાર જાળવશે. સુષણ રાજદૂત બનશે, એ પ્રત્યેક કુળોમાં આપણા બધા વર્તમાન પહોંચાડ્યા કરશે, જેથી દરેક કુળ પ્રત્યેક જાતની જીવનને યોગ્ય નવાજૂની પામતું રહે. “તમારે માનવોદ્ધારના મહાન કાર્યના અંગ બનવાનું છે, સાથે સાથે સામાજિક જીવન જીવતા માનવીના વૈયક્તિક સુખ તરફ પણ જોવાનું છે. મેં જે કળાઓ વિસ્તારી છે – કુંભકારની, ખેતીની, ગૃહનિર્માણની, વલ્કલ – વસ્ત્રોની, કેશવપનન – એને તમારે સજીવન રાખવાની છે. રાજા અને પ્રજા જીવનમાં એક જ અંગ છે. રાજા જીવનના ખરાબ અંશો પર નિયમન કરે છે, ને સારા અંશોને ઉત્તેજન આપે છે. હાકાર, માકાર ને ધિક્કારની જૂની નીતિઓ આજે નાશ પામી છે, પણ તમારા પ્રિય પુરુષને અપ્રિય લાગે તેવું ન કરશો. તમારો અપરાધ જાણ્યા પછીનું એનું મૌન તમને ગંભીર વેદના આપતું હોવું જોઈએ. ભય અને પ્રીત બંને સાધનો દ્વારા રાજા તમારા પર રાજ ચલાવશે; પણ પહેલી વસ્તુ કરતાં એ બીજીને વિશેષ ચાહશે, અને પ્રીત દ્વારા સાધેલાં કાર્યો જ એના રાજ્યપદની સફળતા – નિષ્ફળતા કહેશે.” રાજા બનેલા ઋષભદેવે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું. વૃદ્ધ નાભિદેવે પુનઃ ઊભા થઈ, પુત્રને પુનઃ પુનઃ અભિષેક કરી કહ્યું : “પુત્ર, અરિહંત થજે ! શત્રુની સામે પીઠ બતાવીશ મા ! વિજયનું જીવન * ઉગ્ર, ભોગ, સજન્ય, ક્ષત્રિય ૧૭૨ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy