________________
કાચો દાણો જ્યારે સોનેરી બની રહ્યો હતો, ત્યારે અમે બરાબર નિરીક્ષણ કરતા રહેતા કે કોણ એને આ રંગ આપે છે ? આકાશમાંથી કોઈ પરી તો સુવર્ણરંગની પ્યાલી લઈને આવતી નથી ને ? દિવસોના દિવસો ને રાતોની રાતો અમે ગગનમંડળ સામે નીરખ્યા કર્યું છે, ને મનમાં કદી ન ઊઠેલા તરંગો ઊડ્યા છે. ઉષા ને સંધ્યા, સૂર્ય ને ચંદ્ર, તારા ને નક્ષત્ર ! અદ્ભુત છે એ બધું મારા પ્રભુ ! કંઈ ન સમજાય એવું છતાં મનને આલાદ આપે તેવું !”
“બધું સમજાશે. સૃષ્ટિનું કોઈ રહસ્ય ગુપ્ત રહેશે નહીં–જો તમે જાણવાનો શ્રમ લેવા ઇચ્છુક હશો તો. કૃષિએ તમને ઉદાર પણ બનાવ્યા, ખરું ને ? એક શિકારના ભાગલા પાડતાં બે-ચાર માનવનાં મસ્તકફળ ઓછાં કરનાર તમે ભાઈઓ ભાગ પાડતાં શીખ્યા.
“સ્વામી, સૃષ્ટિ આટલા ઉદાર હાથે આપતી હોય, તો અમારે પણ ઉદાર થવું જ ઘટે. પહેલાં એક કૂબાવાળાને બીજા કૂબાવાળો દુશ્મન લાગતો. બંને એકબીજાને ઓછા કરવાની ભાંજગડમાં જ રહેતાં. આજ એક કૂબાવાળાને બીજા કૂબાવાળો સ્નેહી, મિત્ર ને પાડોશી લાગે છે ! અમારે શિકારના ભાગ પાડવાની હવે માથાકૂટ નથી. મહેનત કરે તે ખાય. મા વસુંધરાની છાબ તો ભરેલી પડી છે; ત્યાં કોઈ વાતનો તૂટો નથી.”
તમારાં કુળ કંઈ વિસ્તાર પામ્યાં ?”
“અવશ્ય, ગાય-વૃષભની જેમ અમને માણસની પણ જરૂર છે. બે જ માણસનું જે કુળ આપણે ત્યાં હતું ત્યાં આજે પાંચ-પાંચ ને દશ-દશ સાથે રહે છે, સાથે ખાય છે, સાથે પીએ છે ને સાથે સૂએ છે, એકબીજા પર વહાલ બતાવે છે ! મહારાજ, અમે તો કલ્પતરુનાં વાવેતર કર્યા !”
“જાઓ અને સુખી થાઓ ! સુખી થવાનો એ મૂળ મંત્ર યાદ રાખજો કે તમે જેટલા ઉદાર થશો, તેટલી કુદરત તમારા પ્રતિ ઉદાર થશે. તમે જેટલા બીજાને સુખી કરશો, તેટલા તમે સુખી થશો. મનમાં પાપ ન રાખશો, દિલમાં ચોરી ન રાખશો. ખૂબ ખાજો; ખૂબ પીજો, ખાધેપીધે કદી નહીં ખૂટે.”
- “આપનો આશીર્વાદ યથાર્થ છે. ઘેટાને એક વાર મારી ખાનાર સદાને માટે એ ઘેટું ગુમાવે છે. વૃક્ષને નષ્ટભ્રષ્ટ કરનાર એનાં ફળ સદાને માટે ખોવે છે. આ તો ખાઓ પણ ખૂટે જ નહીં, એવી હકીકત છે. તમે અમારા સ્વામી બનો અને આ ભેટનો સ્વીકાર કરો !”
૧૪૬
ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org