SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કુળવાસીઓએ અન્ન અને ફળના ટોપલા કુમારના ચરણ પાસે મૂકી દીધા, ને પુનઃ મસ્તક નમાવીને બોલ્યા : “અમારી ભેટનો અને અમારો સ્વીકાર કરો અને અમારા સ્વામી બનો.” “નાભિદેવ તમારા સ્વામી અને તમારી આ ભેટનો સ્વીકાર પણ તેઓ જ કરી શકે.” “નાભિદેવે અમને કહ્યું છે, કે ઋષભ તમારો રાજા થશે.” “રાજા ?” “હા, સ્વામી ! તમે સમૃદ્ધિ આપી, તમે ગોકુળ આપ્યાં, ધૃત, યવ, નવનીત ને ફળફળાદિની સમૃદ્ધિ આપી. અમારા જીવનમાં નવો પ્રકાશ તમે પ્રેર્યો. હવે રાજા બનીને સદાના અમારા બનો. અમે તમારા બનીએ. તમારી પ્રેરણા, પ્રકાશ સદા અમને લાધ્યા કરે. કહો સ્વામી, તમારા પવિત્ર મુખે અમને કહો કે હું તમારો રાજા થઈશ.” “હું કહું છું, ઋષભ તમારો રાજા થશે. કુમાર, માનવ મહાકુળોની ઈચ્છાને કદી ઠોકરે ન મારી શકાય. રાજા પણ એ મહાકુળોનો આજ્ઞાંકિત સેવક છે.” પાછળથી ચાલ્યા આવતા વૃદ્ધ કુલકર નાભિદેવે કુળવાસીઓની માગણીને ટેકો આપ્યો. “પિતાજી, પણ રાજા એટલે શું ? આપ ક્યાં રક્ષક નથી ?” “રાજા એટલે કુળવાસીઓનો મોટામાં મોટો સેવક ને રક્ષક. સમગ્ર પ્રજાનો એ પતિ. પ્રજાનાં સુખ-દુઃખનો એ જવાબદાર. પ્રજાની સમૃદ્ધિનો એ ચોકીદાર. કુમાર, અતિશયક્તિ નથી કરતો, બાપના વહાલથી નથી કહેતો, પણ તને જે જીવનદર્શન લાધ્યું છે, એનું અમને સ્વપ્ન પણ આવ્યું નહોતું. “પિતાજી, રાજા બનવાથી વિશેષ શું ?”’ રાજપદ એટલે જવાબદારીનું સદા જાગતું બંધન. ઊંઘમાં પણ તું ન ભૂલી શકે કે હું પ્રજાનો રક્ષક છું. ખાતાંપીતાં પણ ન વીસરી શકે કે મારે માથે અનેકની ક્ષુધાતૃપ્તિની જવાબદારી છે. પ્રજા તારા ભંડાર ભરે ને છતાં તું તો જાણે ખાલીનો ખાલી! કર્તવ્યની આઠે પહોર જાગતી વેદી એનું નામ રાજપદ. અને એક વિશેષ વાત કહું : આ કુળવાસીઓને તેં સમૃદ્ધિ આપી. જંગલોમાં રાતદિવસ ભટકી ભટકીને જે પેટપૂરતું નહોતાં પામતાં, તેઓને તેં નિરાંતે ખાવાની તક આપી, એમને ઘર આપ્યાં, ગોકુળ આપ્યાં, વાડી આપી, મેવા Jain Education International કલ્પતરુનાં વાવેતર * ૧૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy