________________
આપ્યા ને વૈભવ આપ્યો. સમૃદ્ધિને માથે હંમેશાં સ્વામી હોય જ, નહીં તો ફરીથી અવ્યવસ્થા થાય. આજ ભોગભૂમિ નથી, કર્મભૂમિ છે. કર્મભૂમિનો કાર્યભાર નેતાપદથી શૂન્ય નહીં ચાલે ! કર્મભૂમિનો પહેલો રાજા વૃષભ ! પૃથ્વીનો એ સર્વપ્રથમ પતિ.”
“એ રાજપદની જવાબદારી હું નિભાવી શકીશ ?”
“અવશ્ય, મારા આશીર્વાદ છે. તારા સિવાય અન્ય કોઈ એ પદ માટે યોગ્ય નથી. બોલો, રાજા વૃષભની જય.”
“રાજા વૃષભની જય’”ની ઘોષણાથી આકાશ ધણધણી ઊઠ્યું. “નિકટ કે દૂર જ્યાં જ્યાં કુળ હોય, ત્યાં સહુને જાણ કરો કે વૃષભ તમારો રાજા થશે; અયોધ્યા એ તમારી રાજનગરી થશે; અસિ,મસિ ને કૃષિ તમારો ધર્મ થશે.”
નાભિદેવ આટલું કહી, નતમસ્તકે ઊભેલા પુત્રના મસ્તક પર વહાલભર્યો હાથ મૂકી, એના બાલને ચૂમીને સ્મિત – હાસ્ય સાથે ચાલ્યા ગયા.
કુળવાસીઓ ગેલમાં આવી ગયાં. ને એ પોતાના ટોપલા ત્યાં મૂકીને જવાની તૈયારી કરતાં હતાં, ત્યાં તેમને જતાં અટકાવી કુમારે કહ્યું :
“રાજા તમારી ઊપજના છઠ્ઠા ભાગનો અધિકારી. *કારણ કે એ તમારા ધર્માધર્મનો પણ છઠ્ઠા ભાગનો હકદાર છે. રાજસભામાં એનો સ્વીકાર થશે.”
કુમાર આપણા રાજા થશે, એ વિચારે સહુ આનંદ પામતાં, કુમારની આજ્ઞાથી ટોપલા માથે ચઢાવી નાચતાં પાછાં ફર્યાં. તેઓએ સ્થળે સ્થળે પ્રગટ કર્યું કે કુમાર વૃષભધ્વજ આપણા રાજા થશે.
કુમાર વૃષભધ્વજ પણ આ સમાચાર આપવા દેવી સુનંદા ને દેવી સુમંગલાના
આવાસમાં ગયા.
દેવી સુમંગલા બહાર આવતાં હતાં. એમને સમાચાર મળી ચૂક્યા હતા. દેવીને જોતાં જ કુમારે કહ્યું :
“જોયો કુળવાસીઓનો સ્નેહ ? ફળફૂલ ને અન્નની ભેટ લઈને આવ્યાં
હતાં.”
“તો શા માટે પાછી ઠેલી ? આજ તો સુનંદાએ સંતાનયુગલને જન્મ આપ્યો છે, એ ટાણે આ ભેટ તો આવશ્ય સ્વીકારવી ઘટે.”
* આગમમાં કહ્યું છે, કે પ્રજાના પુણ્યનો કે પાપનો વીસમો ભાગ ચક્રવર્તીને, ૧૦મો વાસુદેવને અને છઠ્ઠો રાજાને હોય છે.
૧૪૮ ૭ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org