________________
સહુપહેલો ભય એમણે એ દિવસે પિછાણ્યો.
“હા. હા, એ જ વાદળી ! આ વાદળીની પાછળ, આ ઉચ્ચ ડુંગરમાળને પેલે પાર કોઈ છે. એણે વાદળી મોકલી ! એણે આ કર્યું?” બુદ્ધિમાન વિચારકે પોતાની વાતને પુરવાર કરવા કહ્યું.
અજ્ઞાને ભય જન્માવ્યો. “અરે, એ જ આપણું ખરાબ કરે છે.” ભયથી વહેમ જન્મ્યો.
“એને મનાવો. મધુ માગે તો મધુ આપો. દુગ્ધ માગે તો દુધ આપો. ધેનુ માગે તો ધેનુ આપો.”
પહેલી પૂજા પ્રગટી.
ધેનુ માગે તો ધેનુ આપો ? જરા વિચાર તો કરો. ધેનુ તો આપણું જીવન છે.” એક સંશયાત્મા જમ્યો.
ધેનુ તો શું, માનવી માગે તો માનવી પણ આપો !” અનુમાન બાંધનારે મક્કમતાથી કહ્યું. એ સમયપારખું–તકસાધુ હતો. 2 પણ એ અદશ્ય દેવ કેમ કરીને લેશે ?”
“એ માર્ગ હું બતાવીશ.” પૂજારી પેદા થયો, “શું આપવું ને શું નહીં, એની માથાકૂટ કરશો નહીં. આપણને જે બહુ પ્રિય હોય તે એને આપીએ, એટલે આપણું પ્રિય તે કરે.” એણે સંક્ષેપમાં કહ્યું. પૂજાની વિધિ નિર્માણ થઈ.
“બોલો, સહુને કબૂલ છે !'
સહને કબૂલ છે. જે કબૂલ નહીં કરે તેને અમે કબૂલ કરાવીશું.” બળિયા જુવાનો આગળ આવ્યા. સ્તાધીશો એ રીતે સર્જાયા.
તો તમે સુખી થશો, તમારું કલ્યાણ થશે.” નવા બનેલા પૂજારીએ કહ્યું, આશીર્વચન આપ્યાં.
એ પૃથ્વી પર હવે નવી ભાવના વાવેતર શરૂ થયાં. જેટલા ભય એટલા દેવ મનાયા. જેટલા દેવ થયા અલી પૂજા થઈ. બધું થયું પણ હજી પેલી બાળાનું આકંદ શમતું નથી. એના છ વિલાપી આત્મસૂર રડતા અટકતા નથી.
સહુ પેલા વિચારક પૂજારી પાસે ગ. પૂજારીએ બધાની વાત સાંભળી, ખૂબ વિચાર કરતો હોય તેમ, થોડી વ શાંત બેસી રહ્યો. થોડી વારે એ આનંદમાં આવી ગયો હોય તેમ ઊભો.યો ને પેલી બાળાની પાસે ગયો. ૧૨ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org