SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જઈએ, પણ આ તો ગમે ત્યારે, અંધારી રાતે કે ખરે બપોરે, વગર કહ્યું, ઝબકી ઊઠે છે, સંહાર મચાવે છે. પાણીના સામાન્ય પૂરમાંથી તરી પણ શકીએ. આવા પૂરની તો પાસે પણ ન જવાય ! આવો ભક્ષક દેવ તો અમે ક્યારેય જોયો નથી.” એ પણ વાદળ, વીજળી ને મેઘની જ કરામત છે. એ બધાંની જેમ તમને ચેતવણી આપે છે, એ ચેતવણી સમજવાની શક્તિ એ જ જ્ઞાન. એ તમારે કેળવવું ઘટે. સંસારના પ્રત્યેક બનાવની અહીં નોંધ રહેલી છે. દરેક ઘટના પોતાની આગાહી રાખે છે. એ નોંધ ઉકેલતાં શીખો. એ આગાહી જાણતાં શીખો. અજ્ઞાન એ જ રહસ્ય છે. પાણીનાં પૂર તમને ચેતવણી આપે છે, એમ આ પણ આંધી, ઝંઝાવાત ને વેગીલા સુસવાટાથી ચેતવે છે. એ કહે છે, કે હવે દાવાગ્નિ ઝબકે છે. જંગલમાંથી ચાલ્યા જાઓ.” એ વાત સાચી છે કુમાર ! પણ આ પિશાચ તો બડો જબરો છે. અમારામાંના ઘણા કાગાનીંદરમાં હતા, ને એકદમ આકાશમાંથી કૂદીને શમી વૃક્ષની ડાળીએ આવી ઝૂલે ચડ્યો. શું ડાળીઓ ! શું તોફાન ! ને એ ડાળેથી જ એણે પોતાનો ચમકારો દર્શાવ્યો : એણે પહેલું પોતાનું બેસણું જ બાળ્યું. ઘડી વારમાં એ લીલું કંચન વૃક્ષ કાળુંમેશ બની ગયું? ને પેલો ચમકારો આગળ વધ્યો.” આવો આવો ! આપણે એ ચમકારાનાં સ્વાગત કરીએ. પણ જોજો : એ અત્યંત પવિત્ર છે. તમારા હાથ એને નહીં સ્પર્શી શકે. બાકી એ તમારી રક્ષા કરશે. તમારાં કંદ, ફળ ને બી એ સુપક્વ ને સ્વાદિષ્ટ બનાવી દેશે.” “પણ દેવ, એ અનુભવ લેવા જેવો નથી. એ તો બધું ખાઈ જતાં શીખો છે – નાખ્યું કે ઝડપ્યું સમજો.” “દરેક મૂંઝવણની પાસે એને માટે માર્ગ પણ તૈયાર જ હોય છે. જાઓ, પેલી કાળી માટી લાવો ને એમાં થોડું પાણી નાખી પગથી ખૂબ મસળી એનો ગોળો બનાવો.” હોંશીલાં માનવીઓ કુમાર વૃષભધ્વજની શક્તિ પર ઘેલાં હતાં. તરત માટીનો ગોળો લઈ આવ્યા. કુમાર એ લઈને પોતાના પ્રિય ગજરાજના કુંભસ્થળ ઉપર ઘાટ બનાવવા બેઠા. થોડી વારમાં તો એક સુંદર પાત્ર બની ગયું. એને અગ્નિ પાસે લઈ જઈને મૂક્યું. અગ્નિએ થોડી વારમાં એને સૂકું ભઠ બનાવી દીધું. સર્વોત્તમ શક્તિની શોધ ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy