SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ દાઝતાં, બળતાં માનવીઓ એને રોકવા, આગળ વધતો ખાળવા ઝાડનાં મોટાં થડ, વેલા અને લતાઓનાં ઝુંડ આડાં નાખતાં જતાં હતાં; પાણીના ઘડા છાંટતાં હતાં; બે હાથે નમસ્કાર કરી ઘૂંટણીએ પડી પ્રાર્થના કરતાં હતાં. પણ ઇંદ્રનો કોપ અમાપ હતો. આ સર્વભક્ષી પિશાચ આગળ ને આગળ વધતો જતો હતો. “હવે તો બચાવે તો એકમાત્ર કુમાર વૃષભધ્વજ બચાવે.' દીન, હીન માનવતા રક્ષણ યાચી રહી હતી. ગજરાજ સૂંઢ ઊંચી કરી રહ્યો, આકાશમાંથી કોઈ દેવ ઊતરે એમ કુમાર સૂંઢ પર ઊંચકાઈને નીચે આવ્યા. ત્રસ્ત લોકોએ પળવાર સાંત્વન અનુભવ્યું. એમનાં દિલમાં ઉગેલી નિરાધારતા, દુઃખ વગર ટળે, ટળી ગઈ. “અરે, આ મેદાન સાફ કરો. આ લાકડાના ગંજ, વેલલતાઓનાં ઝુંડ દૂર કરો.” દેવ, એ અમે અર્પણ કર્યાં છે. હવે ખેંચી લઈશું તો એ વિશેષ કોપાયમાન તો નહીં થાય ને ?”’ જ “દેવને તમે ભયથી ભેટ આપો છો, એટલે જ એ કોપાયમાન થાય છે.” થોડી વારમાં કાષ્ઠ, લતા, વેલ બધું દૂર થઈ ગયું, અને એ દૂર થતાં આગળ વધતો અગ્નિ ત્યાં જ થંભી ગયો. “ચાલો. એનું સ્વાગત કરીએ. એ તો માનવકુળનો રક્ષક દેવ છે.” રક્ષક કે ભક્ષક ?’' રક્ષક તમે એને યથાર્થ જાણો તો. જ્ઞાન વિનાની કોઈ પણ શક્તિ નિર્માલ્ય છે. પ્રકૃતિએ તમારા સુખ માટે અનન્ત, અચિંત્ય શક્તિઓને યત્રતત્ર ગમે તેવા રૂપમાં વેરી રાખેલી છે. પ્રયત્ન કરો તો પામશો. એને સમજશો તો સુખી થશો. તે વિશેનું તમારું અજ્ઞાન એ તમારો શાપ છે. એ વિશેનું જ્ઞાન તમને આશીર્વાદ સમાન છે. હલાહલ મૃત્યુદાયક વિષની શક્તિનું જો તમને જ્ઞાન હોય તો એ જીવનદાયક પણ બની શકે છે.” “જ્ઞાન એ શી ચીજ છે ?” - પ્રત્યેક વસ્તુઓની સારાસારતાનું ભાન, એનું નામ શાન. જે જળ તમને જિવાડે છે, એનાં પૂર તમને ડુબાડે છે.” “એ પૂરથી તો બચી શકીએ. આકાશ ગરજે, વીજળી ચમકે, વાદળ વસે, એટલે અમે ચેતી જઈએ; ઊંચા ડુંગરા ઉપર ને પર્વતો પર ચાલ્યા ૬૪ ૨ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy