SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણનો અન્તિમ મહોત્સવ ગણાતો. નાભિદેવ ને મરુદેવા બંને જણાં આનંદમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યાં. મરુદેવા અદ્ભુત ક્રાંતિ ધારણ કરી રહ્યાં હતાં. પ્રિયંગેલતા જેવો એમનો શ્યામ વર્ણ, પાંડુવર્ણ આભાથી સૌંદર્યનો સાર બની રહ્યો હતો. દેહયષ્ટિ પર કુમાશભરી માંસલતા આવી ગઈ હતી. મધના પૂડા જેવું વક્ષસ્થળ અતિ ઉન્નત બન્યું હતું. અંતરમાંથી સ્નેહની સરવાણીઓ અત્યારથી ઉતાવળી બની હતી. ધન રાશિનો ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો, ને ચૈત્ર માસની અષ્ટમીનો ચંદ્ર આકાશમાં પોતાની રેખા તાણતો હતો, ત્યારે મરુદેવાએ નયનસુંદર પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો. નાભિદેવ પુત્રના ને પુત્રીના ભુવનમોહન સૌંદર્યને નીરખી રહ્યા. એમને લાગ્યું કે હવા સુગંધી વહે છે, દિશાઓ પૂર્ણ પ્રકાશવંત છે, મદોન્મત્ત હસ્તીઓ પણ નમ્ર બની પોતાના પડોશીઓને પ્રેમ કરવા લાગ્યા છે; હર્ષ ઉલ્લાસ, આનંદની એક આછી લહરી જાણે સર્વત્ર વિસ્તરી રહી છે. આ બાળક ને બાલિકા આવતી કાલે બધાં કુળોનાં સ્વામી થશે, એમ સમજી સરયૂતીરવાસીઓએ પણ ઉત્સવ કર્યો. કોઈએ મૃગચર્મ કેડે વસ્યું. કોઈએ વ્યાવ્રમુખ ધારણ કર્યું, કોઈએ ધેનુનાં જેવાં શિંગ રચ્યાં ને આનંદમાં મસ્ત બનીને સહુ હસ્યાં–૨મ્યાં. બાલિકા હસ્યા જ કરતી હતી. એના દેહ પર અનેક સુમંગલ ચિહ્ન હતાં. રૂપનું તો જાણે ઝરણ વહેતું હતું. આવાં રૂપ અહીં કોઈએ નીરખ્યાં નહોતાં. યુગલિકોના આ સંસારમાં કુલકર સિવાય હજી કોઈ અન્યનાં નામાભિધાન થયાં નહોતાં. • પિતાએ બાલિકાનું નામ સુમંગલા રાખ્યું. પુત્રના નામ માટે કંઈક વાદવિવાદ થયો. બાળક કેવળ રૂપવંત નહોતો; રૂપ સાથે તેજનો અંબાર એના દેહ પર વિલસી રહ્યો હતો. એનું વક્ષસ્થળ વિશાળ, અંધ વૃષભની જેમ ઉન્નત, લલાટ ચંદ્ર જેવું તેજસ્વી, લોચન નીલમણિના જેવાં કર્ણપર્યન્ત લંબાયેલાં ને સ્ફટિકમણિ જેવી કીકીઓ, ગેરુચંદન પર સુવર્ણની છાંટ નાખી હોય તેવો વર્ણ હતો. રે ! સંગેમરમરની શિલા જેવા એના હૃદય પર આ વૃષભ જેવું ચિહ ક્યાંથી ? | માતા મરુદેવાએ આગ્રહ કર્યો કે મને સ્વપ્નમાં પ્રથમ વૃષભ દેખાયો ૩૪ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy