SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સહુ કુમાર વૃષભધ્વજનો જયજયકાર બોલાવતાં પાછાં ફર્યા. એ રીતે યુગલિકોના ગૃહાંગણમાં ગૃહ-અગ્નિનો સોનલવર્ણો પ્રકાશ બધે પથરાતો હતો. અંગારા પર માટીનાં પાત્રો ગરમ પાણી ને ફળ-મૂળથી ઊકળતાં હતાં. પાત્રમાં સુપક્વ બની રહેલા ખાદ્યપદાર્થની સુગંધથી યુગલિકોનાં મન હર્ષોન્મત્ત બની ગયાં હતાં. અગ્નિની ચારે તરફ કૂંડાળું વાળીને સહુ પોતાની ગતમાં ગાતાં હતાં, ને પોતાની મસ્તીમાં નાચતાં હતાં. સંસારની સર્વશ્રેષ્ઠ શોધ પર એ દિવસે માનવસુખનો પ્રથમ અધ્યાય આરંભાતો હતો. અને યુગલિકો આ મહાન શોધની શક્તિ જોઈ રહ્યા હતા. દૂર દૂર માનવખાઉ વાઘ ગર્જના કરતો આંટાફેરા મારી રહ્યો હતો. એની મજાલ નહોતી કે આ ગૃહઅગ્નિ સમીપ આવે. પર્ણની પથારીમાં, પ્રિયજનની સોડમાં લપાઈને સૂતાં છતાં ઠંડી ગાત્રોને કંપાવતી. કેટલાંય નવજાત શિશુ સવારે હિમના મૃત્યુદાયક પ્રભાવમાં મરેલાં મળતાં. આજે વગર વસ્ત્ર, વગર પ્રિયજનની સોડે એકલતામાં હૂંફ આવી રહી હતી. અંધકાર રોજ ડોળા ફાડીને ડરાવવા આવતો. સંધ્યાનો આછો પ્રકાશ ક્ષિતિજ પર બાકી હોય ત્યાં તો ગુફામાં, ઝાડ પર કે પર્ણકુટીમાં ભરાઈ જવું પડતું, અને રાતભર ભયંકર ભોરિંગોનૂ લાલપીળી આંખો જોતાં, ઊંદરોની રુંવાટાં ઊભાં કરે તેવી ડાકલી સાંભળતાં, મૃત્યુ–ભયની આછી ઘેરી છાયામાં પડ્યા રહેવું પડતું ઃ એ અંધકારનો પ્રભાવ આજ નષ્ટ થયો હતો. માનવ આજ નિર્ભયતા પામ્યો હતો. સારો, સુસ્વાદુ, સુપથ્ય ખોરાક એને લાધ્યો હતો. : ૬૮ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy