SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ “અમને પાત્ર બનાવતાં શીખવો.” કુમારે પાત્ર બનાવતાં શીખવ્યું. “અમને અગ્નિ રક્ષણ કરતાં શીખવો !” એ શીખવતાં કુમારે કહ્યું, “અગ્નિનું રક્ષણ સાવધાનીથી કરજો ! તો એ તમારું સદા રક્ષણ કરશે. આ કર્મયુગમાં તમારા જીવનમાં ક્રાંતિ કરવા એ પ્રગટ થયેલ છે. તમારા ઘરના આંગણમાં એને સ્થાપજો. સદા સારાં કાષ્ઠથી, ઉત્તમ દ્રવ્યથી, સુવાસિત પદાર્થોથી એનું યજન કરજો. અગ્નિનું વજન અર્થાત્ યજ્ઞ. એને તમારું નિત્ય કર્તવ્ય સમજજો ! તમારી પર્ણકુટીઓ, વૃક્ષાવાસો, ગુફાગૃહોના દ્વારદેશમાં એની સ્થાપના કરજો. ભયંકર જાનવરો એનાથી ડરીને નાસી જશે. વિષધર જંતુઓ દૂર દૂર ચાલ્યાં જશે. તમારાં ગાત્રોને મૃત્યુની જડતા આપતો હિમાળો ત્યાં નહીં ડોકાય. તમારાં વનફળ, કંદમૂળ કે અન્ય ખાદ્ય પદાર્થોને એ સુપક્વ, સુસ્વાદુ ને સુધારસ જેવાં બનાવશે. સૂર્યાસ્ત પછીની તમારી એ રક્ષક ને પ્રેરક શક્તિ છે. એનો પ્રકાશ તમારી રાત્રિઓને અજવાળશે. એને ચંદન અર્પજોદધિ-વૃત અર્પજો, મધુ-સોમ એમાં હોમજો. તમારા પ્રાંગણમાં પ્રગટેલો આ ગૃહ-અગ્નિ કદી ન બુઝાવા દેજો ! તમારા અગ્નિમાંથી અનેક પરંપરાઓ જન્માવજો !” હે કુમાર, અમે દેવો વિશે ઘણું સાંભળ્યું છે, પણ એને કદી નયને નીરખ્યો નથી. તમે જ અમારા દેવ ! હે દેવ, શું આ અગ્નિ નામનો નવો દેવ અમને ભણી નહીં જાય ? ના, એ દેવ માનવીનો મિત્ર છે. તમે તેની આશાતના નહીં કરો, એને રવડતો-રઝળતો નહીં મૂકો, એને અલ્પ કે અતિ ઇંધન નહીં આપો, યજ્ઞ, પૂજા ને હોમ નહીં ચૂકો, ત્યાં સુધી એ તમને સૂર્યની જેમ રક્ષશે, માતાની જેમ હૂંફ આપશે. એક એક કાષ્ઠ લઈ એના અગ્ર ભાગ પર અગ્નિદેવને સ્થાપીને ગમે ત્યાં વહી જાઓ. એ સર્વત્ર પ્રકાશ ને અભય પાથરશે. સહુ પોતાના આંગણામાં અગ્નિ સ્થાપો. હોંશથી ને હિંમતથી એનું જતન કરો.” સહુએ કાષ્ઠના નાના નાના ટુકડાના અગ્ર ભાગને અગ્નિથી પેટાવી લીધા, ને હાથમાં નવા તાજા બનાવેલા ઘડાઓ લઈ લીધા. - યુગલિકો, હવે મારે માટે પણ માનવજાગૃતિ અર્થે પ્રયાણ કરવાની ઘડી આવી ચૂકી છે. માનવજાગરણ ને માનવસંસ્કૃતિ વનેવન ને જંગલેજંગલમાં સ્થાપવા માટે પ્રયાણના દિન નજીકમાં જ છે.” સર્વોત્તમ શક્તિની શોધ ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy