SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મન-વેગ અપૂર્વ હતો; પશુઓનો તન-વેગ અજબ હતો. કુમાર !” “દેવી ! તમે વખતસર આવ્યાં. સુનંદાને સંભાળો. સુયોધન સહાય માટે મારે જવું છે.” “જનાર ઘણા છે. તમે વિશ્રામ કરો.” સુમંગલાએ કહ્યું : “દેવી, સુયોધ ઘણાનો નથી–એ મારો એકનો છે. અમારો સ્વામી-સેવકનો સંબંધ છે. સેવક સ્વામી માટે સદા પ્રાણ પાથરે, અને વખત પશે સ્વામી સેવક પર ઓળઘોળ ન થઈ જાય, તો એ સ્વામીનો આત્મા નથી, પાપાત્મા છે. હું જાઉ છું; તમે માનવોદ્ધારનું કાર્ય જારી રાખો.” નાથ, માનવોદ્ધાર પરથી મારી શ્રદ્ધા હટી ગઈ છે. માનવસ્વભાવ મૂળમાં જ પાપપ્રવૃત્તિમાં રાચનારો છે. આપણી મહેનત માથે પડી લાગે છે!” માનવીના કાર્ય-અનાર્યને ન જુઓ; એની અંદર વસતા સુંદર આત્માને નિહાળો. પેલી નાળિયેરી જોઈ ? એનાં ફળ બાહ્ય રીતે કેટલાં કઠિન ને અનાકર્ષક છે, પણ તમે તેને કેવા પ્રેમથી સ્વીકારો છો ? એને તમે કલ્પવૃક્ષ કહી સંબોધો છો. કારણ? કારણ એટલું જ કે, તમે જાણો છો કે, અંદર સુસ્વાદુ ને મિષ્ટ તત્ત્વ છુપાયેલું છે.” “નાળિયેરીની અંદર શું છે, તે આપણે જાણીએ છીએ, પણ માનવદેહની અંદર શું વસે છે, એ કોણે જાણ્યું, કુમાર? શત્રુ તરફ પણ પ્રેમ રાખવો એ તમારો સ્વભાવ છે. તમે તો અજાતશત્રુ છો. માણસ તો શું, પશુને પણ કષ્ટ પડતું દેખીને અકળાઈ ઊઠો છો. પણ પશુને સુધારવાં સહેલ છે–એ તમારો કરેલો ગુણ નહીં ભૂલે. પણ માણસ ? મારા મતથી માનવ તો પશુ કરતાંય બેત છે.” શ્રદ્ધાને જાળવો, માનવી તો સંસારની એક મહાશક્તિ છે. કેવળ માનવી જ સંસારને સુખી બનાવી શકશે. સાદી આંખે દેખાતા અનિષ્ટથી ન છેતરાઈએ. ત્યાં જ આપણા મનની કસોટી છે; એ અનિષ્ટની પાછળ જ ઈષ્ટ ઊભું હોય છે. દેવી, પુરુષાર્થીને કદી પરાજય સાંપડ્યો છે ? હું તો સ્વપ્નદ્રષ્ટા છું. પ્રાણાંતે પણ એ દર્શન ન તજી શકું. “આપ અહીં રહો. એ મહાપ્રાણીની પાછળ જવાની મને અનુજ્ઞા આપો.” “સુનંદાને તમારી જરૂર છે. ચક્રવર્તીની માતા અહીં જ રહે ને વ્યવસ્થા રાખે. કોઈ શીઘગામી પશુ આપશો ?” “ચક્રવર્તીની માતા ?” શીઘગામી પશુ કુમારને સોંપતાં સુમંગલાએ શબ્દોને ૮૬ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy