SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશમાં અધ્ધર થઈ ગયું. પેલો મિષ્ટ શિકાર સુગંધ વહાવતો ત્યાં પડ્યો હતો એ લેવાનો લોભ એ ન ખાળી શક્યું પણ શિકારની પડખે જ પેલો ગદાધર ખડો હતો ! મહાપ્રાણીએ વેગ કર્યો. વેરનો બદલો લેવા ગદા તોળીને ઊભેલા માનવીને જ પંજામાં નાખી લીધો, ને આકાશમાંથી વાદળ સરી જાય એમ પહાડની ટોચ પરથી ઊડીને એ અદૃશ્ય થઈ ગયું. “સુ...યો...ધ !” કુમારે ચીસ નાખી. એ અવાજથી વનરાજિ કંપી રહી. એક પછી એક ધનુષટંકારની શ્રેણી એ દિશામાં બંધાઈ ગઈ. પણ વૃક્ષના પર્ણ પરથી પાણીનું બિંદુ સરી જાય, એમ એ તીર પ્રાણીની મહાકાય પરથી સરી જવા લાગ્યાં. આકાશમાંથી ધીરો છતાં મક્કમ અવાજ આવ્યો : “જય વૃષભધ્વજ !'’ “સુયોધ !” ફરીથી વાત્સલ્યના અવતાર કુમારે ચિત્કાર કર્યો, પણ સુયોધને ઉપાડીને વનની વ્યવસ્થાને ઊલટપાલટ કરનાર મહાપ્રાણી હવે અદશ્ય થઈ ગયું હતું. કુમા૨ે પૃથ્વી પર પડેલ ભક્ષ તરીકે અર્પણ થયેલ સ્ત્રીના બેભાન દેહને ઉપાડી, મુખ પર પાણી છાંટ્યું, ને ધીરેથી હાક મારી : “સુનંદા !” પોતાનો પ્રિય કુમાર બોલાવે ને સુનંદા મોતની આરામગાહમાં પોઢી હોય તોય એક વાર બેઠી થઈને બોલી ઊઠે; ત્યારે આ તો મૂર્છાવસ્થા હતી. એણે તરત પ્રત્યુત્તર વાળ્યો : “પ્રિય વૃષભ !” પણ હજી તેના મોં પર કોઈ ઉગ્ર ગંધ અસર જમાવી રહી હતી. એ કુમારના કંઠમાં પોતાના નાજુક બાહુ ભેરવી ફરી ઊંધી ગઈ. કુમારે આજુબાજુ પાર્શ્વચરો માટે જોયું. સહુ ધીરે ધીરે આકાશ સામે જોતા સ્વસ્થ થતા હતા. ત્યાં દૂરથી કોલાહલ આવતો જણાયો. પશુઓની ધડબડાટી કર્ણગોચર થવા લાગી. થોડી વારમાં જણાયું કે એક પ્રચંડ વૃષભ પર બેસીને દેવી સુમંગલા પોતાના પાર્શ્વચરો સાથે આવી રહ્યાં છે. એમના એક હાથમાં જલતી જ્વાલા છે. ભોળાં વનમાનવોએ સ્વર્ગમાં વસતી જે ભયંકર દેવીઓની આજ સુધી કલ્પના કરી હતી, એનું મહાદેવી સુમંગલા સાકાર રૂપ હતાં. પાછળ વિધવિધ જાતનાં પશુઓ પર આરૂઢ થઈ વનવાસીઓ ધસ્યાં આવતાં હતાં. માનવોનો અષ્ટાપદના પંજામાં * ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy