SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ બેવડ્યા. આ શબ્દોમાં કુમારે સુમંગલાની વર્તમાન સ્થિતિ પરત્વે આડકતરું સૂચન કર્યું હતું. છેલ્લા દિવસોની માનવ-ઉદ્ધારની ધમાલમાં દેવી સુમંગલાને સુંદર સ્વપ્નો લાધતાં હતાં. એ જાણી ગયાં કે પોતે માતા બનવાનાં છે, કોઈ બે યુગલ આત્માઓ એના દેહમાં આવીને માળો બાંધી રહ્યા છે. ત્યારથી એમના અંતરમાં ઘણી વાર તપ-વૈરાગ્યની અને કેટલીક વાર વસુંધરા-વિજયની ભાવના જાગી જતી. આતતાયીઓના નાશની અને પૃથ્વી-રક્ષણની વિરહાક રોમરોમમાં ગુંજી રહેતી. એ વાતની કુમાર મશ્કરી કરી રહ્યા હતા–ચક્રવર્તીની માતાના નામે ! ચક્રવર્તી શબ્દ આ પૃથ્વી ઉપર નવો આવ્યો હતો, પણ સુમંગલાને એનો અર્થ જ્ઞાત હતો, પણ રે, જેનો સમર્થ પિતા કુલકર પણ નથી એનો પુત્ર ચક્રવર્તી શી રીતે બને? ને ચક્રવર્તી બનીનેય આ જંગલી વનમાનવોના સ્વામી બનવાનું ને? એ દગાખોર માનવીની સાથે જીવવું, એના ઘાતકીપણાને જીરવવું અશક્ય હતું. છતાં સંસારમાં માબાપ જેવું ઘેલું પ્રાણી બીજું કોણ છે! “કુમાર, અજાણી ધરતી છે. ન જાણે કંઈ આપત્તિ આવે ! મારું મન તમને રજા આપતા આંચકો ખાય છે. તમારો વાળ પણ વાંકો થાય તો .....” “લેશ પણ ચિંતા ન કરશો. કોઈ મહાન ભાવિ મને પ્રેરી રહ્યું છે. જેની નસેનસમાં કર્તવ્યની ભાવના વહે છે, જેને કોઈની સાથે અકારણ વેરભાવ નથી, તેનો વાળ પણ કોઈથી વાંકો કરી શકાશે નહીં. ગમે તેટલી આપત્તિ ભલે આવે, મારું જ્ઞાન કહે છે, મારા પ્રયાસમાં શુભ સંકેત છે. દેવી ! મારે શીધ્રાતિશીધ્ર જવું ઘટે." ક્ષિતિજમાં ઉષા ઊગતી હતી, ને એની લાલપમાં સુમંગલાનો સ્વામી પહાડની કરાડો ઓળંગી ક્ષિતિજ તરફ ધસતો હતો. સુમંગલા અનિમેષ નયને એને નીરખી રહી, અને પોતાનો પ્રાણ જાણે દેહ તજીને દૂર થતો હોય તેવી વેદના અનુભવી રહી. અષ્ટાપદના પંજામાં ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy