SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિનાં ગુપ્ત તત્ત્વોને તેઓ આજે પિછાનવા તૈયાર છે. આજ એને રહેવા ઘર છે, રક્ષણ માટે અગ્નિ છે, આહાર માટે ખેતી છે, પોષણ માટે દૂધાળાં પશુ છે. શિકારીમાંથી માનવી પશુપાલક બન્યો. એની એ વિકાસશ્રેણી વધતી જ ચાલી છે. સંસ્કારના ક્ષેત્ર ત૨ફ એ ઝડપભેર ધસ્યે જાય છે. જીવનના કેન્દ્ર મર્મને એ પિછાણતો ચાલ્યો છે. પશુપાલકમાંથી એ કૃષિકાર બન્યો છે. ઉગ્ર જીવનચર્યામાંથી એ શાન્ત સ્વસ્થ જીવન જીવતો થયો છે. “જય હો કુમાર વૃષભધ્વજની !” માનવસમૂહે જયનાદથી આકાશને ગજવી નાખ્યું. “જય હો માનવકુળની !” કુમારે ઉત્સાહના આવેગમાં પ્રત્યુત્તર વાળ્યો. “જય હો માનવ મહાકુળની !” કુમારનું સદા અનુસરણ કરવા ટેવાયેલ આ માનવોએ શબ્દોનો પડઘો પાડ્યો. પ્રતાપ ને તેજની રાશિ જેવા કુમાર ધીરે ધીરે ભવનના અગ્ર ભાગ સુધી આવ્યા, ને સહુને શાંત થવા હાથથી સંકેત કર્યો. સંકેતની સાથે સહુ શાંત થઈ ગયાં. કુમારે તેઓને કુશળવર્તમાન પૂછ્યા, ને કહ્યું : “ભાઈઓ, મા વસુંધરાએ તમને અન્ન આપ્યું. એને શત શત નમસ્કાર કરો ! “મા વસુંધરા ! એ મા કેવી રીતે ? કુમાર, અન્ન તમે આપ્યું. આજ વર્ષોથી અમે જીવીએ છીએ, પણ એણે કદી અમને આટલી સમૃદ્ધિ આપી નહોતી. તમે કહ્યું તેમ અમે કર્યું ને અન્ન મળ્યું. સહુ પ્રથમ તમને નમસ્કાર.” “મા વસુંધરા તો અખૂટ અમી લઈને બેઠેલી છે. યોગ્યતા વિના મા પણ તમને ન પીરસે. તમે ક્રૂર હતા, હિંસક હતા, એ જ માતાની ગોદમાં રમતા જીવોના ભક્ષક હતા; ભલા; એવા તમને માતા કઈ રીતે આશીર્વાદ આપે ?” “મા વસુંધરાને અમારા શત શત નમસ્કાર છે !” સહુએ કહ્યું. “ભાઈઓ, કૃષિકાર એ સંસારનો મહાન ઉપકારી માનવ છે. કૃષિ તમને તમારા જીવન વિશે શીખવશે. “જીવન વિષે શીખવશે ? એ ન સમજાયું, પ્રભુ !” “તમને માનવ બનાવશે, પશુતામાંથી પ્રભુતા ત૨ફ લઈ જશે. તમારામાં ઉદરપૂર્તિ અર્થે જે આંધળું ઝનૂન સદા રહ્યા કરતું, તે હવે રહ્યું છે ?” “આવું અન્નપાન મળે, પછી એની શી જરૂર ? એટલી વાત જરૂ૨ છે, કે ૧૪૪ ૨ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy