SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ “સારું તમારી સાચેસાચી કથની કહી દો. બીજો નિર્ણય તે પછી કરીશું. અરે વનમાલા, દેવી સુનંદાની પરિચર્યા કરો, ને સત્વર જાગ્રત થઈ મારા કાર્યમાં મદદ કરે તેવી અવસ્થામાં આણો !” “દેવી, અમે પાપાત્માઓ દેવ જેવા કુમારની આજ્ઞા ઉલ્લંઘી પશુમાંસભક્ષણનો આરંભ કર્યો હતો, એ માટે આપના ગોષ્ઠિકોમાંથી અમે પશુ ચોરવા માંડ્યા. પશુ ઓછાં થતાં આપની ચોકી વધુ કડક બની ને છેવટે પશુ મેળવવાં અશક્ય થઈ પડ્યાં પણ અમારી જિદ્વાની લોલુપતા હવે મર્યાદા વટાવી ગઈ હતી. અમે માનવમાંસનું ભક્ષણ શરૂ કર્યું. એવામાં અમારા ગુપ્ત નિવાસસ્થાનના એક ખાડાનું પાણી અમારા પીવામાં આવ્યું. પહેલવહેલું જેમણે એ ચાખ્યું એ બહુ કુશળ અને વાચાળ હતા. એમણે કહ્યું : “અરે, આ તો દેવોનું પ્રિય પેય છે, સુરોની પ્રિય વસ્તુ સારા છે. એને રોજ ફળમેવા ધરો ને એનું આચમન કરો !” “આ સુરાએ અમને જાણે અભુત બનાવ્યા. એના પાનની સાથે અમે પળવારમાં દેવોના સ્વર્ગમાં ચાલ્યા જતા. શી મસ્તી ! શી એકતાનતા ! આ સુરાના સંસર્ગ પછી માંસનો સ્વાદ પણ વિશેષ લાગ્યો, ને સ્ત્રીઓ ને પુરુષોનો સંપર્ક પણ લહેજત જન્માવતો લાગ્યો. અમે ઘેલા બની ગયા, એ સુખદ સ્વર્ગ માણવામાં ડૂબી ગયા. “પણ અમારા આ સ્વર્ગમાં કાંટા પણ હતા. એ કાંટારૂપ તે તમે અને કુમારસ્વામી. કુમારના પ્રભાવ ને વીરત્વથી અમે જાણીતા હતા. એની શસ્ત્રવિદ્યા અદ્ભુત છે, એ પણ અમે જાણતા હતા. પણ કાંટાને કાઢવાનો અમારો દૃઢ ઇરાદો હતો. એક દહાડો અમે સુરાપાનની મંડળીમાં એ વિચાર છણ્યો. વિચારના આખરે એક ભયંકર નિર્ણય કર્યો.” વાત કરનાર ક્ષણભર થંભી ગયો. “કથની પૂરી કરો. લેશ પણ અસત્ય ચાલશે નહીં. ચાલો, સત્ય પાસે જ દયા આવશે.” દેવી સુમંગલાએ બૂમ પાડી. સુનંદા હવે સાવધ થઈ ગઈ હતી, ને પાસે આવીને બેઠી હતી. એની આંખો પ્રિય કુમારને શોધી રહી હતી. “મહાદેવી ! અમારી મંડળીએ આખરે કાંટાથી કાંટો કાઢવાનો–વનના રાજા અષ્ટાપદને આમંત્રણ આપવાનો – નિર્ણય કર્યો. દુર્જય કુમારનો પરાજય કોઈ પણ કરી શકે તો તે આ મહાપ્રાણી અષ્ટાપદ.” “અષ્ટાપદ ? એ કેવું પ્રાણી છે ?” દેવી, એ પ્રાણી નથી, દેવતા છે. વિંધ્ય પર્વતની ટોચ પર એ વસે છે. વરસમાં ચારેક વખત એ પ્રવાસે નીકળે છે, ત્યારે કૂબાઓના કૂબાઓનો નાશ માણસને સજા કે ક્ષમા ? ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy