SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તમને ક્ષુધા રોજ સતાવે છે. તમારું આયુ પણ અલ્પ થયું છે. જોઈએ તેટલાં ફળ, જોઈએ તેટલાં જળ તમને મળતાં નથી.” “પણ મહારાજ, આવાં અકાલ મૃત્યુ સંભવે ખરાં ? એ તો દેવોના શાપ !” “અકાલ મૃત્યુ પણ સંભવે. જે વાયુ તમારે ત્યાં મંદમંદ વહેતો હતો, એ હવે આંધી લાવે છે ને ? જે જળ તમારે આંગણે સદા નંદનવન રચતાં, એ જળ મરુમરીચિકા જન્માવે છે ને ? જે ફળફૂલ તમારા ચરણમાં અથડાતાં, એને લેવા તમારે કેવો શ્રમ ઉઠાવવો પડે છે ! સમય-પરિવર્તન નાદ સંભળાઈ રહ્યા છે. કાળ પલટાઈ રહ્યો છે. તમે પલટવાનું શીખો.” “એ કેમ શીખી શકાય ?' એ માટે તો વર્ષોથી અમારા વડવા શ્રીમાન વિમલવાહન કુળ વસાવી ગયા છે; જંગલો, વનો ને ગિરિખીણોમાં ફરીને માનવીને ચેતવી ગયા છે, કે માનવો, જાગો ! ને કર્મભૂમિનાં પગરણ મંડાઈ રહ્યાં છે. ભોગભૂમિના દિવસો વીતી ગયા છે. સાત સાત પેઢીથી અમે એ સંદેશો લઈને ઘૂમ્યા છીએ. કર્મભૂમિને યોગ્ય જીવનજાગરણનું તો અમારે જીવનવ્રત છે. આજ સરયૂટવાસી કુળવાસીઓ એ રીતે વર્તી રહ્યાં છે. કુમાર વૃષભધ્વજ તો વળી અનોખો સ્વપ્નદ્રષ્ટા છે. એની પાસેથી આ કુળ એવું સત્ત્વ મેળવશે, કે સહુનાં જીવન ધન્ય બની જશે. મને તો એના પર ભારે આશા છે.” નાભિદેવના શબ્દોમાં યુગસંદેશના ટંકાર હતા. એ આશાએ અમે પણ આવ્યા છીએ, મહારાજ ! ઇંદ્રપુત્રી સુનંદા સાથીવિહોણી છે. એનો પુરુષ તાડફલ પડવાથી મૃત્યુ પામ્યો.” માયાથી ભર્યા નાભિદેવનાં નયણાં સુનંદા પર ઠરી રહ્યાં. એ પોતાનું પૂર્ણચંદ્ર જેવું મોં હસ્તની અંજલિમાં નમાવી ચૂંટણભેર બેઠી હતી. આવું સુંદર સ્ત્રીરત્ન! અને એકાકી ? - “હે ઉપકારી, જે દુકાળનો સુકાળ કરી શકે, જે મરુભૂમિમાં નીરનાં નવાણ પ્રગટાવી શકે, જેના શબ્દ જડ વૃક્ષોમાં પણ સરસતા પ્રગટે, જે કહે કે કદલી વૃક્ષ પાસે જાઓ, પાણી આપશે, ને કદલીવૃક્ષ જરૂર પાણી આપે; જે નાળિયેર જેવા સૂકા ટૂંઠા ઝાડને હુકમ કરે ને પથ્થર જેવા એના ફળમાંથી પણ દૂધના ઝરા ફૂટે – આવા દિવ્ય દૃષ્ટિવાળા શું ન કરી શકે ?” ને યુગલિકોના નેતાએ કુમાર વૃષભધ્વજે પોતાને દુષ્કાળમાંથી કેમ બચાવ્યાં તેનો ઇતિહાસ કહ્યો ને છેલ્લે છેલ્લે વિનંતી કરી : ૪૨ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy