SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ “કુમારની શોધ અને તે કુમારના નાશ માટે વાપરવાની ! હં, આગળ ચલાવો.” “મહાપ્રાણીના નિમંત્રણનો ભાર અમુક જણાને સોંપી, અમે અમારા માટે કાંટારૂપ બનેલા તમામના નાશની યુક્તિ રચી. દેવી, ક્ષમા કરજો, યથાર્થ ઘટના કહેવાની આજ્ઞા છે, એટલે કહું છું : મહાપ્રાણીના છેલ્લા ભક્ષ માટે અમે દેવી સુનંદાની પસંદગી કરી ! દેવી સુનંદા જેવો ભક્ષ પામીને એ મહાપ્રાણી ખુશ. થાય ને એને બચાવવા કુમાર મેદાને પડે, એટલે એ પણ મહાપ્રાણીના કોપના ભક્ષ થાય–એક કાંકરે બે પક્ષી મરે ! આ માટે અમે બરાબર વખતનો ખ્યાલ રાખ્યો. અને એ જ વખતે સુનંદાને ઉપાડ્યાં.” દેવી સુનંદાએ બૂમ નહોતી પાડી ?” “ના દેવી, એ માટે અમે એક કેફી વનસ્પતિનો રસ લઈ ગયા હતા. આ રસ અમે વનમાં અમારા કૂબાની આસપાસ છાંટીએ છીએ, એનાથી મોટા મોટા ભોરિંગો પણ મૂછવશ થઈ જાય, એ દરમિયાન તેમને પકડી લઈને ઠેકાણે પાડી દઈએ. જે પ્રાણીને શસ્ત્રથી કે હાથથી ન પકડી શકીએ તેને આ રીતે અમે વશ કરીએ છીએ. આ રસ અમે દેવી સુનંદાના મુખ પર છાંટ્યો હતો. અમે યોજેલી યોજના પૂરેપૂરી સફળ થઈ. મહાપ્રાણીના આગમનનો અવાજ સંભળાયો ત્યારે જ અમે દેવી સુનંદાનું હરણ કર્યું. બરાબર યોજના પ્રમાણે જ કુમારે અમારો પીછો લીધો ને સુવ્યવસ્થિત રીતે કુમારનો અને મહાપ્રાણીનો અમે ભેટો કરાવી દીધો ! કુમાર આ રીતે એ મહાપ્રાણીને હરાવશે, એ તો અમે સ્વપ્નમાં પણ કચ્યું નહોતું. દેવી, એ મહાપ્રાણી મરશે, તો માનવજાત સુખી થશે. હમેશાં હજારો માનવબાળનો એ ભક્ષ લે છે.” “કુમારને મારવાની ઇચ્છાવાળા તમે, એ મહાપ્રાણીના મૃત્યુને કેમ વાંછો છો ? દગાખોરો, મને છેતરવા ઇચ્છો છો ? હું સમજું છું કે સુરા, સુંદરી ને સુમિષ્ટ માંસના સ્વાદીલાઓ તમે, આજે સપડાયા એટલે આમ બોલો છો. આતતાયીઓને પૃથ્વીના પડ પરથી ઉખેડી નાખવા પડશે, એ વિના માનવઉદ્ધાર શક્ય નથી. દેવી સુનંદા, તમારી શી ઇચ્છા છે ? તેઓએ તમને અતિ કષ્ટ આપ્યું છે. “દેવી માણસને સજા કે ક્ષમા ?” સુમંગલાનો ચહેરો અગ્નિ જેવો બની ગયો હતો. “દેવી, મારા કષ્ટનો પ્રશ્ન નથી; પણ જેણે કુમારનું અનિષ્ટ વાંક્યું એનું નામોનિશાન મિટાવી દેવું જોઈએ. પણ દેવી, સામેથી ધૂળની માણસને સજા કે ક્ષમા? ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy