________________
ડમરી ચઢતી આવે છે. કોઈ નવી આપત્તિ તો આવતી નથી ને ?”
“આપત્તિ નથી. મેં જ કુમારના પ્રિય મિત્ર દેવયશને બોલાવ્યો હતો. જુઓ, એની ધજા પર ગરુડની છાપ છે. જેની પાસે ગરુડધ્વજ હોય તેને દેવયશ સમજવો. આર્યત્વના પ્રચારનો, માનવ-ઉદ્ધારનો એ ખૂબ હોંશીલો છે. ભલે આવ્યો.”
મસ્ત વૃષભ પર આરૂઢ થયેલો દેવયશ વેગથી આવતો હતો. એનો વૃષભ દેવયશ જેટલો જ ઝડપી હતો.
દેવયશ આવીને કુશળ પૂછી રહ્યો. સુમંગલાએ બધો વૃત્તાંત સવિસ્તર
કહ્યો.
“આપો, કંઈ આજ્ઞા !”
“આજ્ઞા એક જ. માનવોદ્ધારના વિરોધીઓનો સર્વનાશ. મેં અને દેવી સુનંદાએ એવો નિર્ણય લીધો છે.”
જીવમાત્ર સરખા વહાલાં
આ
“પણ બહેન, કુમારને – પશુ, પ્રાણી કે માણસ છે. એમાં માનવ માટે તો અતિ ચાહ છે. આપણે લોકોને સજા કરીએ અને કુમારને ન રુચે તો ?” સુનંદાએ વચ્ચે શંકા કરતાં કહ્યું, “બહેન, આ અજ્ઞાન માનવબાળને કુમાર પોતાનાં બાળ સમજે છે. બાળકને પોતાના હિતનું કંઈ ભાન હોય છે ? એને હિતવર્ધક ખોરાક આપતાંય તે સામો થાય છે‚ પાટું મારે છે, બધું ડોળી નાખવા યત્ન કરે છે; છતાં મા-બાપ કોપે ભરાય છે ખરાં ?”
સુનંદા, તું મોટા મનની છે. તારી જગાએ હું હોત તો સાંભળીને આ દુષ્ટોનું રોમ રોમ કંપી જાય તેવી સજા કરત. પાપાત્માઓને પાપની સજા થવી જ ઘટે. ક્ષમા અસંભવ છે,” સુમંગલાનો સત્તાવાહી અવાજ ગાજી કહ્યો.
“દેવયશ, સુનંદાના વચનથી આ પાપાત્માઓને હું દેહાંતની સજા નથી કરતી; સહુ ભલે આ તાડફળ પર લટકતા રહે. એમને અડધે પેટ રાખો. કુમાર આવીને એમનો ન્યાય કરશે.”
-
સુમંગલાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની કોઈ પાસે શક્તિ નહોતી. અપરાધીઓને તરત પકડીને લટકાવી દેવામાં આવ્યા.
“આર્ય દેવયશ, તમે કુમા૨ની શોધ માટે જાઓ. મને તો તેઓએ નિષેધ કર્યો છે.”
“પણ મને તો નિષેધ નથી. બહેન, હું પર્વતોમાં વસેલી છું. એની કંદરાઓ, ખીણો, ગુફાઓમાં હું ફરી જાણું છું. મને આજ્ઞા આપો.”
૯૨ * ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org