SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદરીઓ એની પાછળ ઘેલી છે, છતાં એ સ્ત્રીની મોહનીથી કેટલો અસ્પૃશ્ય છે ? તને મારી પાછળ ઘેલું લાગ્યું છે. બાહુબલી બ્રાહ્મીની તરફ એક સ્નિગ્ધ નજર પણ નાખતો નથી.” મારે ચક્રવર્તી થવું છે, સંસારને જીતવો છે.” પહેલાં પોતાને જીત ! ઘરમાં હારનારો ભલે હજાર મેદાનમાં જીતે, પણ એ જીત એને એક દિવસ ભારરૂપ લાગશે.” “સુંદરી, વધુ વિવાદ ન કર ! પિતાજીની આજ્ઞાને યાદ કર !” “તું બાહુબલીને યાદ કર ! એને નજર સમક્ષ રાખ !” “સુંદરી, વારે વારે તારા મુખથી બાહુબલીનું નામ સાંભળું છું. હું જાણું છું કે પિતાજીએ યુગલિક ધર્મ નિવાર્યો, પણ તારા દિલમાંથી બાહુબલી ખસ્યો નથી. તું પિતાનું શાસન ઉલ્લંઘી રહી છે, એનું ધ્યાન રાખજે !” વાર્તાલાપ ગંભીર બની રહ્યો થતો, ત્યાં દેવી સુમંગલાનો દૂત મયૂરધ્વજ આવતો દેખાયો. એના મુખ પર ગ્લાનિ હતી. એનાં નેત્રોમાં આંસુ હતાં. જે પોતાના મસ્તક પર સદા મોરનાં પીંછાં હવામાં લહેરાતાં રાખતો, એણે આજે પીંછાંને જટાની સાથે બાંધી લીધાં હતાં. એ ચાલતો હતો પણ જાણે ઠોકર ખાતો હતો. દૂતને આવતો જોઈ બંને સ્વસ્થ બની ગયાં. સુંદરીએ એક ઝીણું વલ્કલ ખભા પર નાખી લીધું. “મયૂરધ્વજ, શા સમાચાર છે ?” કુમાર, બહુ જ માઠા સમાચાર છે. ખબર આપવા વનેવન ફરી વળ્યો, પણ તમારો પત્તો ન લાગ્યો. દેવી સુનંદા આજે મૃત્યુ પામ્યાં.” “શું દેવી સુનંદા મૃત્યુ પામ્યાં ? ક્યાં, ક્યારે ? સુંદરી વ્યાકુળ બની ગઈ. “કૃષ્ણપક્ષના ચંદ્રની કળા જેમ ઉત્તરોત્તર ક્ષીણ થતાં થતાં આજે સવારે તેઓ પૃથ્વીનાથના ખોળામાં શાંતિથી આંખો મીંચી ગયાં. નાના બાળકની જેમ દેવીનો એક હાથ પૃથ્વીનાથના છૂટા વાળમાં ને બીજો હાથ દેવી સુમંગલાના ખોળામાં હતો. આપણે નિદ્રા માટે જેમ આંખો બીડી દઈએ, એમ જ એમણે આંખો બીડી દીધી.” પ્રણામ હો માતાજી તમને !” કુમાર ભરતે ત્યાં ઊભા રહીને બે હાથની અંજલિ જોડી પ્રણામ કર્યા. “સુંદરી, માતા સુનંદાને હું જ્યારે જોતો, ત્યારે મને એમ લાગતું કે આ ભોગ, ઐશ્વર્ય, આ ધમાલ નિરર્થક છે. એમણે જેમ સુંદરી અને ભરત જ ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy