________________
સંયમ ને વિલાસ બંને બેઠા હતા. કેવી સજીવ નારી! કંઈ પણ બોલ્યા વગર ભરત એને જોઈ રહ્યો; લેશ પણ આનાકાની વગર એનું શાસન સ્વીકારી રહ્યો. કેટલું મીઠું હતું એ સૌંદર્યમૂર્તિનું શાસન !
કોને જોઈ રહ્યો છે, ભરત ?” સુંદરીએ પોતાને નીરખવામાં નિમગ્ન બનેલ ભરતને કહ્યું.
“તને.” “આજે નવી નીરખી છે ?”
“હા, નિત્ય નવી ! જેવી ગઈ કાલે હતી, તેવી આજે નહીં, ને જેવી આજે છે તેવી કાલે નહીં ! આ કમળપુષ્પને નીરખતાં આંખો કદી થાકી? આ ડોલરફૂલ જોતાં કદી કંટાળો ઊપજ્યો ? સુંદરી, તને નીરખતાં કદી આ નેત્રો થાકતાં નથી. આ બકુલવૃક્ષ જેમ સદા નવીન પુષ્પથી તાજું ને તાજું લાગ્યા કરે છે. એમ તને જ્યારે જોઉં છું ત્યારે તું નવીન જ લાગે છે.”
ભરત ! તને ઘેલછા લાગી છે. એક સ્ત્રી પાછળ તું આટલો ઘેલો થઈશ, તો પિતાજીના શાસનનો ને આર્ય દેશનો ભાર કેમ ઉપાડીશ ?”
“એ ભાર ઉપાડવા માટે જ તારી જરૂર છે. સુંદરી, મારે ચક્રવર્તી બનવું છે, ને એ કાજે સ્ત્રીરત્નની જરૂર છે. મંગલા, કલ્યાણમયી, ઓજસ્વિની, સુમના, દ્વિપદ-ચતુષ્પદની રક્ષિણી, પ્રસન્ન સ્વભાવવાળી, વડીલોની પૂજા કરનારી, વીર સંતાનને જન્મ આપનારી, ગૃહ કે યુદ્ધ ખભેખભો મિલાવીને ખડી રહેનારી, સંતાનશીલા, સ્વામિની, સમૃદ્ધિશાલિની, વશિની એવી સ્ત્રી માટે સહચારિણી તરીકે જોઈએ છે. અને એવી એક માત્ર તું છે.”
“સ્ત્રીની પાછળ ઘેલો થનાર ચક્રવર્તી કેમ થશે? ભરત, સુંદરીની પાછળ ભરત ઘેલો થાય. એ એનો પહેલો પરાજય. સંસારને જીતનારે સ્ત્રીને પ્રથમ જીતવી જોઈએ.”
મને તો તારી પાસે હારવામાં પણ મજા આવે છે.” “એ હાર તારી બીજી હારને નોતરશે.”
“તારી સાથે વિવાદ કરવામાં પણ મને મજા આવે છે. આ સુંદર ઝરણાને કાંઠે, સઘન લતાકુંજમાં બેસીને અનન્તકાળ સુધી જાણે આપણે બે – ફક્ત આપણે બે – વાતો કર્યા કરીએ ! ભરતની આંખોમાં મદ હતો.
અને આ શાસન કોણ ચલાવશે? ભરત, તું બાહુબલીને તો જો. કેટલી ૨૧૬ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org