SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ “કુમાર, સુનંદાને કરમાં ગ્રહી, ઉરમાં ધરી, આ કરભક પર આરોહણ કરી તમારા મલ્લિકાભવનમાં તેડી જાઓ.” હાથી જેમ પુષ્પને ઊંચકે, એમ સુનંદાને ઊંચકીને હાથીના બાળ પર બેસાડી કુમારે સૂંઢ ગ્રહીને ચાલવા માંડ્યું. સુમંગલા આ દૃશ્ય નીરખી હર્ષોન્મત્ત બની ગઈ. અન્ય કુળવાસિની સખીઓ પણ પ્રમત્ત બની ઉચ્ચ સ્વરે કંઈ કંઈ આલાપવા લાગી. કોઈ પરસ્પર તાલી આપવા લાગી. કોઈ આ દૃશ્ય જીરવી ન શકવાથી નાચવા-કૂદવા લાગી. ગજ ૫૨ બેઠેલી સુંદર સુનંદા ને આગળ ચાલી રહેલ મહાન યુગદ્રષ્ટા કુમાર ઋષભ... આ દૃશ્ય જોવા આંધળી દિશાઓ પણ આંખ ચોળી ઊઠી : ને જ્યારે પોતાના રસમાં જગતને તરબોળ કરનાર ચંદ્રદેવ આકાશનું હૈયું ભેદીને બહાર આવ્યો ને પોતાના કૌમુદીકર વાટે ડોકિયું કર્યું ત્યારે... મલ્લિકાભવનમાં સ્વાતિનો મેઘ મોતી વરસાવી રહ્યો હતો. ૬૦ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy