SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતે વૃષભશ્રીનો માર્ગ રોકીને તરતાં તરતાં બૂમ મારી : “બાહુબલી, ભાઈ, ચાલ ! આપણે આ હાથીઓને સામા વનમાં તગડી મૂકીએ. જો ને, પાણી કેવું ખરાબ કરી મૂક્યું છે !' મને અત્યારે નવરાશ નથી. હવે બ્રાહ્મી અને સુંદરીને પકડવાનો મારો વારો છે.” “ભાઈ બાહુબલી, દાવ બે ઘડી પછી લેવાશે. પહેલાં પાણી તો સ્વચ્છ કરી લઈએ. ” “ભાઈ, કમળનાળના તંતુઓ આડાઅવળા વેરાયેલા છે, એટલે મારે તો એ લાભમાં છે. કોઈ બહુ દૂર સુધી ડૂબકી ખાઈને જતું નથી, નહીં તો મારો તો દમ નીકળી જાય. આજ હું એકલો છું ને સામે આ બધાંએ સંપ કર્યો છે. પણ પાછો હઠું એમ નથી. જો કે પેલી વૃષભશ્રી ! તને કેવી હેરાન કરે છે ! ધુતારી તેમાં. ઘડીમાં એના કેશ ગૂંચાય છે, ઘડીમાં એના પગ ભરાય છે. અરે, હમણાં એને જ પકડી પાડું છું. અને પછી એનો દાવ જ પૂરો થવા નથી દેવો.” પણ એ તો, હાથીઓને આપણે પાણીમાંથી બહાર ન કાઢીએ તો. રમવાની જ ના પાડે છે.” “અરે, બડી પક્કી છે. પણ ભાઈ ભરત, એમ કર ! તું તારા મિત્રોને લઈ અડધા હાથીઓને હાંકી કાઢ ! એટલી વારમાં હું મારો દાવ પૂરો કરી લઉં. પછી બાકીના અડધાને હું તગડી મૂકીશ.” “અરે, પણ એની ગણતરી શી રીતે કરશું? અડધા કોને કહેવા ?” વાત તો સાચી. એ ભારે માથાકૂટ આવી. પિતાજીએ આંક શીખવ્યા, પણ એ ભારે ભૂંડા છે ! આ મલ્લયુદ્ધ, ગદાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, શંખ, ચક્ર ને ધનુર્વિદ્યા આવડી ગયાં, પણ એક આંક ને એક પેલી લિપિ – “બોલીએ એવું લખાય ને લખાય એવું વંચાય' – બે ન આવડ્યું તે ન જ આવડ્યું. એમાં તો સુંદરી ને બ્રાહ્મી બેય ભારે કાબેલ !” તો ભાઈ, સુંદરીને બોલાવશું ?” ના, એ ધુતારીનો તારા તરફ પક્ષપાત છે. એ છે તો મારી સહોદરા, પણ હેત તારા પર વરસ્યું જાય છે. એના કરતાં બ્રાહ્મી સારી.” “હું જાણું છું. બ્રાહ્મીને તારા માટે પક્ષપાત છે. એ તો ઘણી વાર કહે છે, કે નીલાંજના કહેતી કે બાહુબલી કામદેવનો અવતાર છે. વળી આ કામદેવ જલક્રીડા જ ૧૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy