SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ હું કેસર પસંદ કરતો. એ સંતાનને શરીરસ્વાસ્થ્ય માટે અનુપયોગી લેખતી, તો હું મનશાન્તિની દૃષ્ટિએ યોગ્ય લેખતો. અમે બંને મૂંઝાતા હતા, ત્યાં પૃથ્વીનાથે જેને જે જોઈએ તે'ની ડાંડી પિટાવી એટલે અમે બંનેએ નક્કી કર્યું કે પ્રભુ પાસે જઈને હું નવી સખી લઈ આવું, એ નવો સખા લાવે. મેં તો વૃષભશ્રી જેવી સખી વાંછી હતી, એણે તો પૃથ્વીનાથ જેવો સ્વામી વાંક્યો હતો.’’ સુયોધ હસી પડ્યો, ભરતદેવનાં નેત્રો જરા વિકસિત થયાં, પણ પેલાએ તો પોતાની કથા ચાલુ રાખી : “અમે રાતથી લડતાં લડતાં સવારની રાહ જોતાં નિર્ણય કરતાં કે આજે તો પૃથ્વીનાથ પાસે જઈને માગી જ લેવું. સવારે વહેલાં ઘેરથી નીકળતાં, રસ્તામાં પણ વાદવિવાદ કરતાં ચાલતાં પણ પૃથ્વીનાથની આંખો સાથે અમારી આંખો ભેટતી કે અમે અમારા કૃત્ય માટે શ૨માઈ તાં. અમે પરસ્પર નેત્રથી જાણે સમજી જતાં ને પ્રેમથી પાછાં ચાલ્યાં જતાં, પણ ઘેર પહોંચતાં કે પાછો કોઈ ને કોઈ કારણે કલહ જાગતો. વળી સવારમાં ચાલી નીકળતાં, ને ન જાણે પૃથ્વીનાથના નેત્રમાં શું છે, કે વળી અમે શ૨માઈ જતાં. આ ક્રમની પાછળ ખૂબ હેરાન થયાં. મારાથી ન એની વેણી ગૂંથાય કે ન એણે મારા ઉપાન તૈયાર કર્યાં.” “હવે કયા નિર્ણય પર આવ્યાં છો ?”” સુયોધે પૂછ્યું. “આજ તો આખરી ફેંસલો કરી લીધો. મેં કબૂલ કર્યું કે અડધી અંધારી ને અડધી અજવાળી રાતે હું વિહાર કરવા આવીશ. બીજી વાત એ નક્કી કરી કે ઘરમાં હઈશું ત્યાં સુધી એની આજ્ઞા ચાલશે, ઘર બહા૨ એ મને અનુસરશે. કસ્તુરીનો રંગ મને ગમતો નથી, તો કેસર-કસ્તુરીનું મિશ્રણ અમે હવે વાપરશું. ને હે ભરતદેવ ! આના બદલામાં એણે કહ્યું છે કે સુમંગલાની જેમ હું અનેક પુત્ર નહીં આપું – પણ સુનંદાની જેમ એક પુત્ર ને પુત્રી આપીશ. પૃથ્વીનાથની કૃપા અપાર છે. ઘણાંને માગ્યું મળ્યું, મને તો વગર માગ્યું મળી ગયું. હવે અમને રજા આપશો ?”’ ને પેલાં નર-નારી વિદાય થઈ ગયાં. આમ દિવસો હલકા ને ભારે થતા, ને વેગવંત જલ-પ્રવાહની જેમ વ્યતીત થઈ જતા. હવે તો માગનારા આવતા જ નહોતા. અરે, પૃથ્વીનાથે કંઈ વાતની બાકી રાખી છે તે માગવું ? જમીન એક કણના હજાર કણ આપે છે; આ ગૌ રોજ અમૃત વરસાવે ૨૬૪ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only — www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy