SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ “અરે, પણ આટલું ભારે ફેંકાય શી રીતે ?” આંગળીને ટેરવે ચઢાવીને.” “આંગળીને ટેરવે આ ચક્ર ચઢે ? ભરત, વાત કરતાં કરતાં હવે તારું ચસક્યું તો નથી ને ?” “ચસક્યું હોય એનું આ કામ નથી. એમ તો ઉઠાવવા માટે સ્વાભાવિક રીતે અનેક માણસોની જરૂર પડે છે. અરે, એ બિચારા ઊંચકનારા પણ લેશ ભૂલ કરે તો લોહીલુહાણ બની જાય છે. પેલાં રક્ત-છાંટણાં જુએ છે ને? પણ જે ચક્રવર્તી હોય એ એની સાધના કરીને ઉઠાવી શકે.” “કેવી સાધના ?” “એની વાત તને કહું, પણ એમાં ભારે સામર્થ્યની જરૂર છે. એનું એક જ લક્ષણ તને કહું તો આશ્ચર્ય થશે. પાંચ હજાર ધેનુનું દૂધ જો એકલો પચાવી શકે, તો જ એ શક્ય બને.” “પાંચ હજાર ધેનુનું દૂધ એક માણસ કેમ પી શકે ! ન માની શકાય તેવી વાત છે.” સુંદરી, એમાં પદ્ધતિ હોય છે. પાંચ હજાર ગાયોનું દૂધ બે હજારને પાવાનું, એનું દૂધ એક હજારને, એનું દૂધ પાંચસોને ને એ રીતે પાંચ ગાયનું દૂધ ચક્રવર્તી પીએ. સિંહણનું દૂધ પચાવવું સાવ સહેલું, પણ આનાં દશ બિન્દુ પણ જીરવવાં મુશ્કેલ. એને જે પચાવી શકે એ જ ચક્રવર્તી થઈ શકે; એ વિના આ ચક્ર પણ ઉપાડવું અશક્ય. ખાદ્ય ને પેય બંને ઉપરથી એનો નિચોડ આવી જાય. સુંદરી, આ ભુજાઓ પાસે હાથીની ભુજાઓ તો રમકડાં જેવી છે. આ છાતી પાસે હાથીનાં ગંડસ્થળ નબળાં છે. સુંદરી, સમુદ્ર તરવો મારે મન રમત છે.” ભરત, તો તું અવિજેય થઈ ગયો.” “ના, હજી મારી આ ચક્રરત્નની સાધના અપૂર્ણ છે. મારા હાથ પરથી એ ધાર્યું જઈ શકે છે, પણ કામ પતાવીને એ પાછું ફરી શકતું નથી. એમ ન થાય ને કોઈ સામે સાધના આરંભે તો આ ચક્ર મારો જ વિનાશ કરે.” “તો આ ઊંડા કૂવામાં શા માટે ઊતરે છે ? મૂકી દે ને આ બધી માથાફોડ.” સુંદરી, તું શું સમજે ? સંસારમાં ભય વિના પ્રેમ નથી. સાપ કરડે કે ન કરડે, ફૂફાડો તો જરૂરી છે. નહીં તો બાળવાનાં લાકડાં બાંધવાનાં ૨૪૦ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy