SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પહેલા પૃથ્વીનાથ આકાશના ઉજ્વળ લલાટમાં ઉષા સિંદૂરની પહેલી આડ તાણતી હતી, એ સમયે સંસારની સર્વપ્રથમ નગરી અયોધ્યાપુરીના હૈયે પૃથ્વી પરનું પહેલું રાજ્યસન મુકાતું હતું. કળાના ભંડાર, માનવોદ્ધારના રસિયા, શતયજ્ઞના કર્તા સ્વામી માટે કયું બેસણું મૂકવુંએના વિચારમાં જ દિવસો વીતી ગયા હતા. અચાનક સૌને યાદ આવ્યું કે અરે, સ્વામીને તો સિંહસમા પરાક્રમી પ્રાણીનું આસન જ શોભે! થોડી વારમાં બે મોટાં પવિત્ર આમ્રવૃક્ષનાં થડમાંથી કાષ્ઠના સિંહ કોરી કાઢવામાં આવ્યા. કળાકારો અને ત્યાં હાજર હતા. પોતાના સ્વામી માટે તેઓ શી મણા રાખે ! સિંહના કાષ્ઠદેહ પર સુવર્ણ મઢવામાં આવ્યું; પૂંછડે ચમરી ગાયનાં ગુચ્છ ગૂંથવામાં આવ્યાં; એના વિસ્ફારિત મોંમાં પરવાળાના દાંત, નીલમની જીભ ને આંખોમાં વાલાના રંગનાં માણેક મૂક્યાં. પીઠ પર સુંદર દૂર્વા પાથરી મેરુ પર્વતની માટી અને ક્ષીરસમુદ્રનાં જળ છાંટ્યાં. પવિત્ર શાલ્મલી વૃક્ષનું આસન મૂક્યું. એમ વહાલા સ્વામીનું સિંહાસન સરક્યું. - કુમાર વૃષભધ્વજ સંસારમાં પહેલા રાજા થતા હતા. આકાશના રાજા ઇંદ્ર પરથી માનવીની આ કલ્પના સૂઝી હતી. છતાંય ઇંદ્ર કરતાં કુમાર સહુને વિશેષ પ્રિય હતા. ઇંદ્ર તો કોપાયમાન થાય ત્યારે પૃથ્વી પર વીજળી વરસાવી સત્યાનાશ વાળતો. એની ઇચ્છા થાય તો જળનું એક બિંદુ પણ ન વરસાવતો, ને માણસને ભૂખે ને તરસે મારતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy