SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કાળક્રમે આ આદિ કુળકર – યુગલિકો મહાન મનુ – સ્વર્ગસ્થ થયા. એમને સ્થાને એમના પુત્ર ચક્ષુષ્કૃત ને પુત્રી ચંદ્રકાંતા આવ્યાં. કાળક્રમે તે પણ સ્વર્ગસ્થ થયાં, ને ચંદ્રકાંતાનું સંતાનયુગલ યશસ્વી ને સુરૂપા આવ્યાં. આ સર્વએ આદિ કુળક૨ નીતિને અવલંબી શાસન ચાલુ રાખ્યું. પણ ફરીથી ધેનુ, ધરા ને વૃક્ષોની ચોરી થવા લાગી. શાન્ત કુળોમાં ફરીથી વિદ્વેષનો વડવાનળ ભભૂકી ઊઠ્યો. સહુ પોકાર કરવા લાગ્યાં કે આમ ઝુંડ વળીને રહેવાથી હવે કંટાળ્યાં. વાઘ કંઈ ટોળામાં રહે છે ? સિંહ કંઈ બધા સંગાથે રહે છે ? જો વાઘ-સિંહ સાથે ન રહેતાં હોય તો માનવીએ શા માટે સાથે રહેવું ? કુળકર યશસ્વી ઊંડા વિચારોમાં ઊતરી ગયા. કુળોમાં શાંતિ સ્થાપવા માટે કોઈ નવા શાસનની તેમને અત્યંત આવશ્યકતા જણાઈ. તેમણે માનવીઓને સમૂહજીવનનું મહત્ત્વ સમજાવ્યું, ને શાસનને વિશેષ મક્કમ બનાવવા દીર્ઘ આલોચના બાદ ‘માકાર' નીતિનો આદર કર્યો. અલ્પ કોટિના અપરાધ માટે ‘હાકાર’ નીતિ, મધ્યમ કોટિના અપરાધ માટે માકાર' નીતિ ને વિશિષ્ટ અપરાધ માટે બંને નીતિનો પ્રચાર શરૂ કર્યો; રે ! એમ મ કર !'' આ શાસને કુળોને ફરીથી સુશૃંખલ બનાવ્યાં. ભોળાં માનવી આ કડવાં વેણો ખમી શકતાં નહીં, ઠપકો જીરવી શકતાં નહીં. શાંતિ, આનંદ ને સૌજન્યનું સામ્રાજ્ય ફરીથી વ્યાપી રહ્યું. અને આ તરફ કુળકરોનો વંશ વધતો ચાલ્યો. કુળકર યશસ્વીની પાટે અભિચંદ્ર ને પ્રતિરૂપા આવ્યાં. તેમના પછી પ્રસેનજિત ને ચક્ષુકાંતા આવ્યાં. માનવી હવે ગુફાજીવન જીવતાં શીખ્યાં હતાં. પરિવર્તનશીલ સંસારમાં આવર્ત ને પરાવર્ત વેગથી આવે છે. કુળક૨ પ્રસેનજિતના કાળમાં ફરીથી ‘હાકાર’ માકાર'નું શાસન નિર્બળ નીવડ્યું. યુગલિકો હવે સુધર્યાં હતાં. તેઓએ મમત્વ ને સંગ્રહશીલ વૃત્તિ કેળવી હતી. પોતાનાં માટીનાં ઝૂંપડાં પર તેમને વહાલ આવ્યું હતું; સારી ગાય, સારાં વૃક્ષ, ઉત્તમ ધરા પ્રત્યે ચાહ જાગ્યો હતો, અને આ માટે અવારનવાર હંદુ-યુદ્ધો ખેલાતાં હતાં. ધૈર્યવાન કુળકર પ્રસેનજિતે હાકાર અને માકારની નીતિ સાથે ત્રીજી ધિક્કાર નવીન નીતિની યોજના કરી, પહેલી બે નીતિ એના સ્વરૂપમાં સૌમ્ય કુલકરો : ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy