SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નનો એક દાણો તમને હજાર દાણા પેદા કરી દેશે. વૃક્ષની એક ડાળી બીજાં હજાર વૃક્ષ ઊભાં કરે છે. એક પશુ બીજાં અનેક પશુ તમને આપે છે. જીવનનિર્વાહનાં કારણોને યોગ્ય કારણોથી સિદ્ધ કરી આપો !” “એક દાણામાંથી હજાર દાણા કેમ થાય, એ અમે નથી જાણતા.” “આજ હું તમને એની સમજ આપવા ઇચ્છું છું. જે રેઢિયાળ પ્રાણીને તમે નિરર્થક લેખો છો, એ જ તમારી સમૃદ્ધિનું ચિહ્ન બનશે, સહુ પોતપોતાનાં એ પ્રાણીને લઈ હાજર થાઓ. જુઓ, પણે પેલી પતાકા ઉપર શું છે ?” “અરે, ત્યાં વૃષભ બેઠો છે ! શું કામ બેઠો છે ?” “એ તો મારી બાલ્યાવસ્થાની ખેવના છે. અને તે માટે જ મેં મારી ધ્વજા પર એનું ચિત્ર દોર્યું છે.” “ચિત્ર એટલે શું ? આ તો સાચો જ છે; ફક્ત હાલતો-ચાલતો નથી એટલું જ.” “હાલતો-ચાલતો નથી, એટલે જ એ ચિત્ર છે.” “પ્રભુ, આપે અમને વાસણ બનાવવાની વિદ્યા આપી; હવે આ વિદ્યા પણ આપો.’ “જિગીષુને કંઈ દુષ્પ્રાપ્ય નથી. પણ આજના ક્રૂર જીવનનિર્વાહને, મહાહિંસક આજીવિકાને, ઘાતકી લાલસાને નષ્ટ કરવા, મેં ઘણા વખતથી પરામર્શ કર્યા કર્યો છે. નાનું એવું પેટ, અનન્ત સાગરમાં બિંદુ જેવું લેખાય એવું આયુષ્ય; અને એ આયુષ્ય નિભાવવા એ પેટ ભરવા—આટલાં પાપ ? આહાર મેળવવા માટે તમારે ઝનૂની થવું પડે છે, કસાઈના જેવી ક્રૂરતાથી કામ લેવું પડે છે, જીવનસટોસટની લડાઈ ખેલવી પડે છે. એક શિકાર, બીજો શિકારી; એક ખાનાર, બીજો ખાદ્ય ખાઈ જાય છે. જંગલજીવનના આ અવશેષને તમે છાંડ્યો, પશુપાલન તમે શીખ્યા, ગોકુળ તમે રચ્યાં—માનવકુળ જેવાં. હવે તમે કૃષિ કરો. ન જંગલો ફેંદવાની જરૂ૨, ન મારામારી કરવાની આવશ્યકતા, ન ક્રૂરતાથી કોઈનાં હાડમાંસ ચૂસવાની જરૂ૨. ચાર મહિના મહેનત કરો, બારે મહિના શાંતિથી ખાઈ-પીને લહેર કરો. એક પશુ મા૨ી એને ખાઈ જાઓ, પણ તે પછી શું ? ફરીથી નવાની શોધમાં નીકળો. પણ હું તમને એક અજબ કલ્પવૃક્ષ બતાવું છું : ખાધાં કરો અને છતાં કદી ખૂટે નહીં એવું ! "" “સ્વામી, તમે અમારા રાજા બનો ! ખાધા કરીએ અને ખૂટે નહીં એવો માર્ગ અમને બતાવો !’” Jain Education International For Private & Personal Use Only શતયજ્ઞકર્તા : ૧૩૩ www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy