SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ “સુયોધ, શું છે ?” સુયોધે બધી વિગત કહી. કુમારનું મોં મલકી ગયું. આંખોમાં કરુણાનો રંગ છવાઈ ગયો. તેમણે આગળ આવી કહ્યું : “આવો, અંદર આવો. આમ્રભવનનાં દ્વાર તમારે સર્વને કાજે અભંગ છે.” કાર રોકીને ઊભેલા સુયોધની ગદાધારી પ્રચંડ મૂર્તિ સ્વામીનો આદેશ સાંભળી બાજુમાં ખસી ગઈ. કુળવાસીઓ અંદર ધસી આવ્યા. કુમારના આ સ્વાગતથી એમના હૃદયમાં પ્રગટેલો રોષ અડધો થઈ ગયો. તેઓએ નમ્ર થઈને પોતાનાં દુઃખદર્દની વાતો કહી અને પછી શાંત ઊભાં રહ્યાં. “તમારી પીડા, તમારાં દુઃખ મેં સાંભળ્યાં છે; પણ તે તમે જ પેદા કર્યા છે. કુદરતે તમને આંગળી આપી તો તમે પોંચા કરડી ખાધા. ફળ-ફૂલ લેવા માટે કહ્યું તો તમે એનાં પર્ણ, કાષ્ઠ ને મૂળ સુધ્ધાં ખોદી લીધાં. દૂધ લેવા કહ્યું તો તમે તમારી ગરજે એના દેહ પણ લઈ લીધા. તમે પ્રકૃતિ તરફ જેટલા અનુદાર થશો, જેટલા ઘિાતકી થશો, પ્રકૃતિ તેટલી જ તમારા પ્રત્યે કઠોર અને ઘાતકી બનશે. મા વસુંધરાના ખોળે તો અન્નના, પાનના ભંડારો ભર્યા છે. એનો ખોળો કદી ખાલી નથી. ખાઓ મનભરીને પીઓ મનભરીને. સાથે સાથે તમે એ પૃથ્વીને વફાદાર રહો. એ આપે છતાં મનચોરી ન રાખો ! તમારું પેટ કેટલું? એક જ પેલું નાળિયેરનું વૃક્ષ તમને દિવસો સુધીનો ખોરાક પૂરો પાડે. આ આમ્રવૃક્ષ, આ તાડવૃક્ષ, આ નાની લતાઓ, આ ભૂમિ પર થતું ઘાસ પણ તમને પેટપૂર આપવા તૈયાર છે, તો તમે શા માટે ક્રૂર અને ચોર બનો છો? તમે ક્રૂર બન્યા, આજીવિકા માટે ઘાતકી બન્યા તો કુદરત તમારી સાથે તેવી બની.” એક વાત યાદ રાખો : પ્રકૃતિએ કોઈ પણ વસ્તુ નકામી સર્જી નથી. જેને તમે નિરર્થકમાનતા હો, એમાં મોટી સાર્થકતા છુપાયેલી હોય છે. પૃથ્વી પર વેરાયેલા કાંટાનું સર્જન પણ અહીં સાર્થક છે. એ સર્જનનો લાભ લેતા શીખો. ઉપયોગિતા એ જીવનનો આશીર્વાદ છે. વસ્તુનો ઉપયોગ જાણતાં શીખો. આકાશમાં કાળાં વાદળ તમને ગભરાવી નાખતાં હશે, વીજળી ને મેઘગર્જના તમારાં કાળજાં કંપાવતી હશે. તમે તો એમ જ માનો કે આ વાદળ નિરર્થક છે, વીજળી ને ગર્જના ફોગટ છે; પાણીને વરસવું હોય તો એકલું કાં વરસી ન જાય? પણ એમ બનવું અસંભવિત છે. મેઘ, વાદળ, વીજળી ને ગર્જના પાણીનાં પ્રાથમિક સ્વરૂપ છે. આવશ્યકતા પેદા કરો તેની સાથે આવિષ્કારની જહેમત ઉઠાવો. પૃથ્વી, પાણી, આકાશ, પવન ઉદાર છે. ઉદારતાથી આપલે કરો. તમારા ૧૩૨ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy