SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ છે, અષ્ટાપદ જેવા ભયંકર પ્રાણીની ચીસો સંભળાય છે. છતાં એ સ્ત્રીમૂર્તિ નિર્ભય મને, નીડર ચાલે ચાલી જાય છે. એ સ્ત્રીમૂર્તિ તો મેં ઓળખી.” “કોણ ?” સુમંગલાએ જિજ્ઞાસાથી પૂછ્યું. બીજું કોણ હોય ? દેવી સુમંગલા. આ કુળમાં બીજી જાજરમાન સ્ત્રી કોણ છે? પણ બહેન, બીજી જે મૂર્તિ મને સ્વપ્નમાં આવ્યા કરે છે, એ અજબ છે. પ્રિયંગુલતા જેવો એનો વર્ણ છે, મરકતમણિ જેવી એની કાન્તિ છે. ઊંચા પહાડ પર વાદળોની ટોચ પર એ ઊભો છે, ને આછો ઝાકળનો પડદો આડો પડેલો છે. એક બાહુમાં અમૃતપાત્ર છે, બીજામાં વજ છે. વર્ણ તો શ્યામ છે, પણ રૂપ લોભામણું છે. વાદળો જેવી ધીમી ગર્જના થયા કરે છે. મનને ગમે એવું મીઠું મીઠું આકાશ ઝર્યા કરે છે. કોણ હશે એ ? ઘણો વિચાર કર્યો પણ કોઈ એવું મળતું નથી. કુમાર તો સુવર્ણવર્ણા છે, ને આ તો શ્યામવર્ણો છે.” “કોઈ વાદળનગરીનો રાજા ઇંદ્ર હશે–લોકો તને ઇંદ્રપુત્રી કહેતાં હતાં વાદળનગરીનો રાજા મેં જોયો નથી. પણ... સુનંદા પક્વ બિંબફળ જેવા આછા ઓષ્ઠ પર આંગળી મૂકી કંઈ ઊંડા વિચારમાં ઊતરી ગઈ. એ કંઈ કંઈ યાદ કરી રહી. અચાનક કોઈ વાત યાદ આવતી હોય તેમ એ બોલી ઊઠી : “ઓળખી લીધો. બહેન, અંતરના જન પાસે મન મોકળું કરવાથી ઘણો ફાયદો થાય છે. અરે, એ વાદળનગરીનો સ્વામી તે વહાલો વૃષભધ્વજ. બહેન, એકાકી દશામાં, દુષ્કાળની વેળાએ, મેઘવાહન ઐરાવત પર ચઢીને એ સુમેરુની તળેટીમાં આવેલા. સુકા પ્રદેશ પર આવતાં, એમના આડે ઠંડો ઝાકળનો પારદર્શક પડદો પડ્યો હતો. એ વેળા વાદળનગરના સ્વામી તરીકે મેં તેમને પિછાણેલા. અરે, કુમાર અનેક રૂપ ધરીને લોભાવ્યા કરે છે; બહુ ચતુર છે !” ચતુર તમે છો કે હું ? યજ્ઞના કાર્યમાં લેશ પણ ભાગ લેવો નથી, અને બીજાને ધુતારા અને ચતુર કહેવા છે !” સામેથી કુમાર આવતા હતા, તેમણે ધીમેથી છેલ્લા વાક્યનો ઉત્તર આપી દીધો. - “અમે પણ યજ્ઞ આદરી બેઠાં છીએ. અમારી કુળવાસિની સ્ત્રીઓ નીરખી ? આ કુળમાં પહેલાં સંતાનને જન્મ આપ્યા પછી, માતા કેટલી જલદી કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ મૃત્યુનો ગ્રાસ બની જતી ? એ માતાઓના મરવાથી પુરુષ પણ વિરહમાં ઝૂરી ઝૂરી મૃત્યુને શરણ થતો. અમે અદ્ભુત ગૃહયજ્ઞ કર્યો છે : હવે માતા સંતાનોત્પત્તિ પછી નહીં મરે, એક શું, અનેક સંતાનને જન્મ આપશે. શતયજ્ઞકર્તા ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy