SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ “સાચું છે. જે મારે એ જ જિવાડે. બસ સુંદરી, મારા પ્રયત્ન માટે એક આવા પ્રેરક હાસ્યની જ જરૂર છે. જોજે ને, પછી તો મને વિજય માટે આ પૃથ્વી પણ નાની પડશે.” “પિતાજી પૃથ્વીનાથ છે, તેમના પછી તું પણ પૃથ્વીનાથ બનીશ ને !” - “પિતાજીની વાત જુદી છે.પૃથ્વીનાથ એમ ન બનાય. નામ ધરાવ્ય કંઈ મહિમા ન થાય ! એ તો નામ એવા ગુણ જોઈએ. એનામાં પૃથ્વીને કાબૂમાં રાખવાનું સામર્થ્ય જોઈએ, પેલો નકલી પૃથ્વીનાથ જોયો’ તો ને ! એવા રિદ્ધિ સિદ્ધિ ને સંપત્તિ જોઈ અનેક ફૂટી નીકળશે. પિતાજીની સર્વશકિત પ્રેમ અને ક્ષમામાં છે. એમણે રાજા દેવયશની જેમ અનેકને રાજા બનાવ્યા છે. એ બધાને નિયમનમાં રાખવા માટે ભારે શક્તિની જરૂર છે. એ શક્તિ તે આ. ચાલ સુંદરી, હજી મારે તને ઘણું બતાવવાનું છે. જો, આ મારી ગજશાળા, અશ્વશાળા ને રથ શાળા. પણ આ ગજ કે અશ્વને તું સામાન્ય ગજઅશ્વ ન સમજીશ, એને રણાંગણ માટે તૈયાર કર્યા છે. લોહી જોઈને એ ભાગવાના નહીં, બલ્ક સામે ધસી જવાના, ભયંકર ઉલ્કાપાત મચાવી દેવાના.” “પૃથ્વી જાણે અહીં પલટાયેલી દેખાય છે, ગજ ને અશ્વમાં તે આટલું પરિવર્તન આપ્યું છે, તો માનવીમાં પણ...” “હા, હા, જરૂર.” ભારતે અધવચ્ચેથી વાક્ય ઉપાડી લીધું, “મારી સેના દુધર્ષ હશે, શત્રુ સામે પહાડની જેમ ખડી રહેશે, દુશ્મન ઉપર વીજળીની જેમ તૂટી પડશે. સુયોધને જોયો છે ? એવા તો મારી સેનામાં અનેક હશે. એનો પુત્ર સુષેણ જ મારો સેનાપતિ છે. અરે, એક એક સૈનિક હજારોને સંહારવાની શકિત રાખશે. રણાંગણમાંથી પીઠ ફેરવવી એ મૃત્યુ કરતાં ખરાબ માનશે. એનું મસ્તક કપાશે તો ધડ લડશે, એવા ઝનૂનવાળો એ હશે. સુંદરી, હવે આગળ વધીએ, હજી ઘણું બાકી છે.” ભરત અને સુંદરી આગળ વધ્યાં. કહેવાય છે, કે ચક્રવર્તીને વાર્ધકી રત્ન જોઈએ. ઝંઝાવાતની જેમ આગળ વધનાર સેના માટે માર્ગમાં આવતી ઉન્મગા, નિમ્નગા નદીઓને પાર કરવા માટે સેતુ બાંધનાર આ વાર્ધકીઓ ને રથકારો છે. તેઓ સૈનિકોને રહેવાની કુટિરો તથા સેતુનો સામાન એકત્ર કરી રહ્યા છે. “ને સુંદરી, મહાન સેનાને ખાવા માટે ધાન્યની વાવણી કરનાર ‘ચર્મરત્નની યોજના પણ મેં કરી છે. એક તુનું ધાન થોડાક દિવસોમાં ભરતની આયુધશાળા ૨૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy