SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મળતાપણું પણ જોવાયું. માખીને મારવાથી ડરનાર અહિંસકો અને મનુષ્યવધ એ જેમનો રોજિંદો વ્યવસાય છે, એ હિંસકો બંનેમાં કંઈક સામ્ય જણાયું.” માણસમાત્ર સમાન છે, સુયોધ! જાતથી એ ભલે જુદો હોય પણ હૃદયથી તો માનવ એક જ છે.” “સાચી વાત છે, પ્રભુ ! આપની આજ્ઞા મુજબ માનવોદ્ધારનું કાર્ય મેં ત્યાં આરંભ્ય. ભય, પ્રેમ ને શ્રદ્ધા સાથે તેમની સાથે લડ્યો, ઝઘડ્યો અને તેમને મારામાં શ્રદ્ધા રાખતાં કર્યા. પણ પ્રભુ, અદ્ભુત હતાં એ માનવીઓ વિચિત્ર હતી એમની રૂચિઓ ને વિલક્ષણ હતા એમના રિવાજો ! કેટલેક સ્થળે માનવબાળ વરુઓને ધાવતાં જોયાં : વરુ ને માનવબાળ સાથે જીવે ને સાથે શિકાર કરે ! એક ઠેકાણે તો મારા હાથથી પણ નાના નાના હિંગુજી માનવીઓ હરતો ને ફરતા જોયા. હસવા જેવા ઢિંગુજીઓ ! દેવમાછલીનાં હાડકાંની હોડીમાં રાત્રે એ ફરે, શેવાળનાં વસ્ત્રો પહેરે, ને નાહવાને બદલે એકબીજાના દેહ જીભથી ચાટી સાફ કરે. શું અજબ સૃષ્ટિ !” સુયોધ આશ્ચર્યની રેખાઓ મુખ પર લાવતો થોડી વાર થોભ્યો, ને વળી એણે આગળ ચલાવ્યું : એક ઠિંગુજીને હું સાથે લાવ્યો હતો, પણ બિચારો ઊંચા ઊંચા માણસો જોઈ, શેહ ખાઈને આખરે મરી ગયો ! દક્ષિણના પ્રદેશમાં વળી ઊંચા ઊંચા માનવીઓ જોયા – સાંઢિયા જેટલી એમની ઊંચાઈ ! એમનું ઘર એમની પીઠ પર. દિવસ એ એમની રાત; રાત એ એમનો દિવસ. રાતે તારા જોયા કરે ને ચાલ્યા કરે. સોનેરી વાળવાળી એમની સ્ત્રીઓ રાતે મીઠું મીઠું ગાય. પણ બહારના માણસ ભારે ખારીલા– દીઠા ન મૂકે એક પ્રદેશમાં તો ગરમીથી બફાઈ ગયા. અને ત્યાં વળી જુઓ તો અગ્નિની આસપાસ બેસીને લોકો નાચતા હતા. કોઈ ઝાડ ખાય, કોઈ લોહી પીએ, કોઈ અગ્નિ ફાકે.” “સુયોધ, માણસ પરિસ્થિતિને વશ છે.” - “સાચું છે દેવ ! એ બધું તો ઠીક, પણ એક પ્રદેશ તો એવો જોયો કે જ્યાં માતા અને પુત્ર બંને સખા તરીકે રહે. ને સંતાનને જન્મ આપે. પાંચ પુત્ર ને પાંચ પુત્રી હોય તો મા પુત્રોને પુત્રીઓના આકર્ષણમાંથી મુક્ત કરવા પુત્રીઓને મારી નાખે, ને ક્રમગત યુવાન થતા પુત્રોથી માતા પોતાની લાલસા તૃપ્ત કરે ! અરે કેટલેક સ્થળે તો પ્રભુ, પુત્ર પોતે જ વૃદ્ધ માતાથી કંટાળી એનો ઘાત કરી નાખે ! અને આથી ઊલટું વળી બીજે હોય. આ વાતથી મને મોટી ચીડ ચડી. મેં તેઓને ખૂબ શિક્ષા કરી.” ૨૦૦ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy