SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ દેહ ને રૂપની અભિમાનિની અમારી દેવીઓ તો ગર્ભથી ને સંતાન જન્મથી ધૃણા કરે.” નીલાંજના, તારા નિર્ણયને ફેરવવો અશક્ય છે. તમારા દેહને જેમ પડછાયો હોતો નથી તેમ તમારા નિશ્ચયને પણ બીજી બાજુ હોતી નથી. તું તો અત્યારે અમારાં બાળકોની શિક્ષિકા બની ગઈ છે. નૃત્યકલા–વિશારદા એવી તેં મારા ભરતને નિપુણ બનાવ્યો. અરે, ભરતને જોઉં છું ને જાણે વહાલા વૃષભને નજરે નિહાળું છું. કેવો ચપળ ! કેવો પ્રતાપી ! એની પાસે સૂર્યનો દમામ પણ જાણે ઝાંખો લાગે.” નૃત્યના અનેક પ્રકારો મેં એને શીખવી દીધા છે. ભારે ચતુર છે, એક વાત અડધી શીખવી કે એ પૂરી જાણી જાય તેવો છે, ને પછી એમાં આપણને કાન પકડાવે. કોઈનો ગાંજ્યો ન જાય એવો છે, અને નૃત્યમાં તો એની અને સુંદરીની અભુત જોડી છે.” નીલાંજના, સુંદરીને જન્મ આપતી વખતે મહાદેવી સુમંગલાનું સ્મરણ મારા મનમાં હતું. દેવી સુમંગલા જેવાં પ્રતાપી એવી એમની દીકરી પણ પ્રતાપી થાય ને ! વારુ નીલા, બાહુબલી કેવુંક શીખે છે?” મારા શ્યામસુંદરની વાત પૂછો છો ને ? અજબ સ્વભાવ છે એનો તો. શાસ્ત્રીય અભિનય એકે એને ન આવડે. હસ્તની કઈ મુદ્રા, અંગનો કયો મરોડ, ગ્રીવાનો કયો ભંગ એકેનું એને જ્ઞાન નહીં. નૃત્ય શીખવાનું કહીએ ત્યારે ગદા ફેરવવા બેસે; કાં ચિત્તા સાથે કે કોઈ બળિયા ગજબાળ સાથે હાથોહાથની લડાઈ કર્યા કરે.” “રેઢિયાળ થશે કે શું ?” એવું ન બોલશો. એની પ્રત્યેક અંગચેષ્ટા સ્વયં અભિનયના આદર્શરૂપ છે. મારું જ્ઞાન એને કંઈ માર્ગસૂચન નહીં કરી શકે. એના હાવભાવથી મનોહર બનેલા મુખ પર સ્વયં નૃત્યદેવી નીલાંજના કુરબાન છે. એ શીખતો કંઈ નથી, પણ જ્યારે ખેંચી-તાણીને અભિનયમાં ઉતારું છું, ત્યારે એનો અશિક્ષિત અભિનય આદર્શરૂપ બની જાય છે. એની ઊભા રહેવાની છટા, ડોકનો મરોડ, હાસ્ય કરવાની રીત, બધું નિરાળું છતાં નિપુણતાથી ભરેલું. એનું જ સાચું લાગે, આપણું ખોટું લાગે. સુનંદા, સાચું કહું ? બાહુબલી તો અમારે ત્યાંના પ્રસિદ્ધ દેવ કામદેવનો” અવતાર લાગે છે. એના શ્યામસુંદર દેહમાં કેટલું x દિગંબરોની માન્યતા છે કે બાહુબલી કામદેવના અવતાર હતા. ૧૮૦ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy