SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ચરતાં મૃગબાળ મોટી મોટી ફાળ ભરી હર્ષને જાહેર કરવા લાગ્યાં. કુળવાસીઓ ઘેલાં બની શોર મચાવવા લાગ્યાં. અષ્ટાપદવાસીઓ ઉચ્ચ સ્વરે કંઈ ગાવા લાગ્યાં. દેવાંગનાઓ પગના અલંકાર રણઝણાવતી બંસી બજાવવા લાગી. સહુની રીતે સૌ આનંદનું પ્રદર્શન કરવા લાગ્યાં. મહાન કુળકર નાભિદેવ પોતાના કુળ સાથે પ્રથમથી આવી પહોંચ્યા હતા. રથમાંથી ઊતરીને કુમાર તથા સુમંગલાએ સહુપ્રથમ પિતા તથા માતાને ચરણે પ્રણિપાત કર્યાં. માતાએ પુત્ર-પુત્રીનાં મસ્તક સૂંથ્યાં. નાભિદેવે અભિનંદન આપતાં કહ્યું : “કુમાર, ભોગભૂમિના કાળ પછી, આ કર્મભૂમિને વિષે, હું રાજા તરીકે તારો અભિષેક કરું છું. આજે પૃથ્વીનું પડેપડ અંકુરિત થઈ રહ્યું છે. માનવી એ માનવી જીવન ને જાગૃતિનો રસિયો બન્યો છે. જિજીવિષા ને જિગીષાનાં જુદ્ધ આરંભાયાં છે. એ કાળે સર્વનું રક્ષણ કરનાર, સર્વનું રંજન કરનાર રાજાની ખાસ જરૂર છે.” બળવાન, વીર્યવાન, કળાવંત એવો તું રાજા થા ને પૃથ્વીને સનાથ કર ! અનેક કળાઓનો તેં વિકાસ કર્યો છે. અનેક કુળોની તેં રચના કરી છે. એ કળા અને કુળોનો વિકાસ સાધ !' “આ બધાં માનવગણો તારી પ્રજા બનો ! એ મન, વચન, કર્મથી તને અનુસરો ! મન, વચન, કર્મથી તું એનું રંજન કર ! એમનાં ધાન્ય, પશુ, સુવર્ણ ને ગૃહોનો તું રક્ષક થા ! તારે અનુકૂળ અધિકા૨ી નીમી તું સર્વને શાસિત કર!'' “આ પૃથ્વી તારી છે, તું એનો પતિ છે, માનવકુલના અરિઓનો વિનાશ એ તારો સર્વપ્રથમ ધર્મ છે.” “તું અરિહંત થા ! પર્વતો, નદીઓ, આશ્રમો કે સમુદ્રો, દ્વીપ-સમદ્રીપ કે મહાદ્વીપમાં વસતા મનુષ્યોને આશ્રય આપ. નવાં કુળ નવાં સંસ્થાન, નવાં નગર વસાવી એમને અભય આપ. માનવને પશુસમૂહમાંથી જુદો કર ! જીવન અને મૃત્યુથી તું યુગને ઉજ્વળ કર!” કુમારને આશીર્વાદ આપતા નાભિદેવ એને સિંહાસન સમીપ લઈ ગયા; ને પોતાના બે હાથે તેને સિંહાસનારૂઢ કરતાં તેમણે ઉચ્ચ સ્વરે કહ્યું : “હે પૃથ્વીવાસીઓ, આજે કુમાર વૃષભધ્વજ તમારો રાજા થાય છે. જે ૧૬૪ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy